Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

બોટાદ જી.ના ૧૮૦ અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજના ૧૨ બાળકોને એચ.આઈ.વી. શિષ્યવૃત્તિનો લાભ મળશે

બોટાદ, તા.૩૦: બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લાનાં ૧૮૦ બાળકો સરકારશ્રીની પાલક માતા-પિતા યોજનાનો તથા ૧૨ બાળકોને એચ. આઈ. વી. શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળશે.

જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આવેલ અરજીઓની ઘર તપાસ અહેવાલ કરી. સભ્ય સચિવ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા પાલક માતા પિતા યોજનાની નવી આવેલ-૮ અરજીઓને તથા એચ.આઈ.વી. શિષ્યવૃત્ત્િ। યોજનાની નવી આવેલ – ૫ અરજીઓને સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીમાં મંજુરી અર્થે  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના અધ્યક્ષસ્થાને મીટીંગમાં રજુ કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષશ્રી અને સભ્યો દ્વારા અરજીઓની ચકાસણી કરી આ તમામ  અરજીઓને મંજુર કરવામાં આવી છે.

પાલક માતા-પિતા યોજના અન્વયે માતા-પિતા બંને મૃત્યુ પામેલ હોય અથવા પિતા ગુજરી જતા માતાએ પુનઃલગ્ન કરી લેતા. અનાથ થયેલા બાળકોને આ યોજનામાં દર મહીને રૂ. ૩૦૦૦/- સહાય શૈક્ષણિક અને બાળકના વિકાસ માટે આપવામાં આવે છે તેમજ એચ.આઈ.વી. શિષ્યવૃત્તિ યોજનામાં એચ.આઈ.વી./એઇડ્સ અસરગ્રસ્ત વાલીઓના બાળકોને ધોરણ ૧ થી ૫ માટે ૨૦૦૦/-, ધોરણ ૬ થી ૧૦ માટે ૨૫૦૦/- તેમજ ૧૦ પછીના વધુ અભ્યાસ માટે ૪૦૦૦/-  વાર્ષિક સહાય સરકારશ્રી દ્વારા ચુકવવામાં આવે છે. વધુ માહિતી અને વિના મુલ્યે અરજી ફોર્મ મેળવવા માટે જિલ્લા બાળ સુરક્ષા કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદની રૂબરૂ મુલાકાત લેવા વધુમાં જણાવાયું છે.

રાણપરી ખાતે કાલે સેવા સેતુ કાર્યક્રમ

પ્રાંત અધિકારીશ્રી – બરવાળાની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બરવાળા  તાલુકાની જનતાને જાણ કરવામાં આવે છે કે રાજય સરકારશ્રી દ્વારા ચોથા તબકકાનો સેવા સેતુ કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા યોજનાને લગતા પ્રશ્નોના નિકાલની સમિક્ષા માટે બરવાળા તાલુકાના  કલસ્ટરમાં સમાવિષ્ટ ગામો રાણપરી, વહીયા, રોજીદ, રામપરા, પોલારપુર ગામોના નાગરીકોની વિવિધ યોજનાકીય અને સેવાકીય રજુઆત માટે તા.૩૧/૦૮/૨૦૧૮ના રોજ સવારના ૯-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક સુધી પ્રાથમિક શાળા રાણપરી, ખાતે નાયબ કલેકટરશ્રી - બરવાળાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવનાર છે. જેની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે. (૨૩.૩)

(11:59 am IST)