Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ભુજમાં યુવા મતદાતા મહોત્સવ ઉજવણીની ચર્ચા માટે બેઠક મળી

ભુજ, તા.૩૦: જિલ્લા ચુંટણી અધિકારી વ જિલ્લા સમાહર્તાશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષપદે આજરોજ કલેકટર ચેમ્બર ખાતે ચુંટણી પંચની સ્થાયી સૂચના અનુસાર મતદાતા જાગૃતિ અને કેળવણી અભિયાન (સ્વીપ) અંતર્ગત જિલ્લામાં યુવા મતદાતા મહોત્સવ-૧૮ની ઉજવણી માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકને સંબોધતા જિલ્લા ચુંટણી અધિકારી વ સમાહર્તાશ્રીએ વધુમાં વધુ શૈક્ષણિક તેમજ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના છાત્રો તેમજ યુવા મતદાતાઓ આગામી ૧લી સપ્ટે-૧૮થી ઓકટો-૧૮ અંતિત મતદાતા તરીકે નામ, નોંધણી કરાવે અને યુવા છાત્રો માટેની ૩ કેટેગરીની સ્પર્ધાઓ તથા ઓપન કેટેગરીની સ્પર્ધામાં યુવાઓ જોડાય તેને સમયની માંગ ગણાવતાં મતદાન, મહાદાનનું મૂલ્ય સમજાવ્યું હતું.

તેમણે પરંપરાગત, ડીજીટલ, વોટસઅપ, (સ્નેપશોટ) માં કચ્છીયત, હસ્તકળા, કળા કસબ ઝળકે તે જોવા સાથે દક્ષિણ ગુજરાતનો તેમનો અનુભવ વર્ણવતાં કચ્છી યુવાઓ, પ્રતિભાશાળી યુવાનો, સ્પર્ધાઓમાં રાજય-દેશમાં અવ્વલ ક્રમાંકે રહેશે તેવો તેમનો આશાવાદ દર્શાવ્યો હતો.

બેઠકમાં ઉપસ્થિત કચ્છ યુનિવર્સિટી, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, ડીઇઓના પ્રતિનિધિશ્રીઓએ તેમના કારગત સૂચનો કર્યા હતા.

પ્રારંભમાં બેઠકનો હેતુ, ઉપસ્થિતોને નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી પ્રજાપતિએ આવકારતાં નોડેલની નિમણુંક, નિર્ણાયક સમિતિની રચના, યુવાછાત્રગણની કેટેગરી તથા ઓપન કેટેગરીમાં ભાગ લેવાના નિયમો મતદાતા તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ નાં.૬, જિલ્લા ચુંટણી શાખા કલેકટર કચેરી, કચ્છ તથા મામલતદાર કચેરીઓ, નગરસેવાસદનની, જનસેવા કેન્દ્રોનો સંપર્ક સાધવા જણાવતાં યુવા ભારત નું ચુંટણીઓમાં સ્વાગત છે તેવું ઉમેર્યુ હતું.

બેઠકમાં ચુંટણી શાખાના શ્રી સોલંકી, ડાયેટના પ્રો.દક્ષાબેન મોતા, કચ્છ યુનિવર્સિટીના શ્રી શાહ, કો.ઓર્ડિનેટરશ્રી પટેલ, શ્રી જે.કે.રાઠોડ, શ્રી ભાવેશ પટેલ, શ્રી ધર્મેશભાઇ, શ્રી તોફીકભાઇ, હેત રાદડીયા, જાડેજાબેન, આઇ.ટી.આઇ., પોલીટેકનીક, ડીઇઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.(૨૨.૨)

(11:58 am IST)