Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

હળવદમાં એનડીઆરએફની ટીમ દ્વારા ડેમોસ્ટ્રેશન

 હળવદ : કોઇપણ કુદરતી આપત્તી આવી પડે ત્યારે તેની સામે માનવી સ્વ બચાવ કેવી રીતે કરી શકે તે માટે એનડીઆરએફ ગાંધીનગરની ટીમ દ્વારા હળવદમાં મહર્ષિ ગુરૂકુળ ખાતે જૂદી જૂદી ફેકલ્ટીઓના છાત્રો સામે ડેમો રજૂ કરાયો હતો. ઘરમાં વપરાતી વસ્તુઓ ખાલી ઠંડા પીણાની પ્લાસ્ટીક બોટલો, થર્મોકોલ સીટો, વાંસ સાથે બાંધીને, સુકા નાળીયેર વાંસ સાથે બાંધી વગેરે સાધનો છાતીના ભાગમાં બાંધવાથી પાણીમાં ડુબી જતા બચી શકાય છે. તેમજ જૂદા જૂદા યાંત્રિક સાધનોનો કેવી રીતે સ્વબચાવ માટે ઉપયોગ થાય છે. તેમજ ભુકંપ જેવી પરિસ્થિતિમાં કેવી રીતે સ્વબચાવ કરી શકાય તેની સમજ આપવામાં આવી હતી. (તસ્વીર - અહેવાલ : હરીશ રબારી, હળવદ)(૪૫.પ)

(11:57 am IST)