Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯નું કચ્છ કનેકશન : મસ્કત ઓમાનમાં કચ્છી શ્રેષ્ઠીના શિરે પ્રચારની જવાબદારી

ભુજ તા. ૩૦ : આવતા વર્ષે યોજાનાર ક્રિકેટ વર્લ્ડકપ પર સૌની નજર છે. પરંતુ અત્યાર થી જ આઇસીસી દ્વારા ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯ નો સમગ્ર વિશ્વ માં પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. આઇસીસી દ્વારા દુનિયા ના અલગ અલગ દેશોમાં ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯ ની ટ્રોફીને મોકલીને પ્રચાર કરાઈ રહ્યો છે. દરમ્યાન ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯ ના પ્રચાર પ્રસાર સાથે કચ્છ કનેકશન જોડાયું છે. મંગળવારે આઇસીસી દ્વારા વર્લ્ડકપ ૨૦૧૯ ની ટ્રોફી યુએઈ ના મસ્કત અને ઓમાન પહોંચી હતી.

કચ્છ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે ઓમાન ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ તરીકે કચ્છી શ્રેષ્ઠી માંડવીના વતની કનકશેઠ ખીમજી રામદાસ છે. મસ્કત પહોંચેલી આઇસીસી ૨૦૧૯ ના વર્લ્ડકપ ની ટ્રોફી ઓમાન ક્રિકેટ એસોશીયન વતી પ્રમુખ કનકશેઠે સ્વીકારીને કરછનું ગૌરવ વધાર્યું હતું. આ પ્રસંગે ઓમાન ક્રિકેટ એસોસિએશનના સભ્ય પંકજ ખીમજી અને મધુ જસરાણી હાજર રહ્યા હતાં.(૨૧.૧૨)

(11:56 am IST)