Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

વાંકાનેરના મકતાનપર ગામે દેશી બંદુક સાથે ધીરજ કોળી પકડાયો

ખાર, ગંધર્ભ અને છરા પણ મળી આવ્યાઃ મોરબી એલસીબીનો દરોડો

વાંકાનેર તા.૩૦: વાંકાનેરના મકતાનપર ગામે મોરબી એલસીબીએ રેઇડ કરી દેશી બંદુક અને છરા સાથે કોળી શખ્સને દબોચી લીધો હતો.પોલીસ અધિક્ષક મોરબી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને આગામી જન્માષ્ટમીના તહેવારની સુરક્ષાને ધ્યાને લઇ ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા અંગે જરૂરી માર્ગદર્શન અને સુચના આપતા એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઇ સરવૈયાને મળેલ હકિકત આધારે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામેથી આરોપી ધીરજ ઉર્ફે ધીરો સ/ઓ કાળુભાઇ સામતભાઇ સારલા/ કોળી રહે. મકતાનપર તા. વાંકાનેર જી. મોરબી વાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક નંગ-૧ કિ.રૂ. ૨,૦૦૦/- તથા ખાર, ગંદર્ભ અને છરા કિ.રૂ. ૦૦/૦૦ ગણી કુલ રૂ. ૨૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં પો. હેડ કોન્સ. શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ આપી ગુનો રજીસ્ટર કરાવેલ છે.(૧.૧૦)

(11:56 am IST)