Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

મોરબી-ટંકારા અને માળીયા મિંયાણા પંથકમાં જુગારના દરોડા : ૧૪પ પકડાયા

ટંકારાના વિરપર પાસે કારખાનામાં બીજા માળેથી પટકાતા આદિવાસી તરૂણીનું મોત

મોરબી, તા. ૩૦ :  મોરબીના રવાપર-ધુનડા રોડ, હરિઓમ સ્ટોનની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેતા સુનિલ રમેશ નાધાણી-વાંજા રાહુલ શામજી નાધાણી-વાંજા, સંતોષ મહેશભાઇ નાયકને પોલીસે પ૮૧૦/-ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

ટંકારા તાલુકાના મોટા રામપર (મહેન્દ્રપુર) ગામે જયપાલસિંહના મકાનની સામે જાહેરમાં જુગાર રમતા ભગીરથસિંહ બલભદ્રસિંહ જાડેજા, રહે. ગુ.હા. બોર્ડ મોરબી કનકસિંહ મેરૂભા ઝાલા, રહે. નાના રામપર, નરભેરામ નરશીભાઇ આદરોજા- પટેલ રહે. નસીતપર, કાનજીભાઇ ડાયાભાઇ ચૌહાણ, રહે. મોટા રામપર, અબ્બાસ અલારખા કુરેશી, રહે. નાના રામપર, કિશોર લખમણ પઢારીયા, રહે. નાના રામપર, યશવંતસિંહ દિગ્વીજયસિંહ ઝાલા, રહે. મોટા રામપર,  જયપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, રહે. મોટા રામપરવાળાને પોલીસે રૂ. ૩૭,૪૬૦ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા બનાવમાં માળિયા (મીં) તાલુકાની ખીરઇ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હુશેન હારૂન મોપર, કાદર હાસમ મિંયાણા, રહે. બન્ને માળિયા (મીં) તેમજ બેચર શીવાભાઇ પટેલ રહે. ધરમનગર વાળાને પોલીસે રૂ. ૩૯૧૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

અન્ય એક બનાવમાં ટંકારાનાં વીરપર ગામ પાસે આવેલ સંસ્કૃત પ્લાસ્ટીક નામના કારખાનામાં બીજા માળેથી કામ કરતા પટકાતા શાંતિબેન નાનકભાઇ આદિવાસી (ઉ.૧૩) રહે. વીરપર મુળ ધુલીયાવાળી સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. (૯.ર)

 

(11:55 am IST)