Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

જોડીયામાં દોઢ ઇંચઃ મીઠાપુર-પોરબંદરમાં ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત

મીઠાપુરઃ વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. (તસ્વીરઃ દિવ્યેશ જટાણીયા-મીઠાપુર)

રાજકોટ, તા., ૩૦ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ સાથે હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે કાલે રાત્રીથી આજે સવાર સુધીમાં જામનગર જીલ્લાનાં જોડીયામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. જયારે મીઠાપુર, પોરબંદર, હળવા - ઝાપટા વરસ્યા છે.

જોડીયા

જોડીયા : જોડીયામાં રાત્રીથી સવાર સુધી હળવા ભારે ઝાપટા સાથે દોઢ ઇંચ વરસાદ પડયો હતો.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ ૩ર, લઘુતમ રપ.પ ભેજ ૮૯ ટકા, પવન ૯ કિ. મી. રહી છે.

મીઠાપુર

મીઠાપુરઃ ઓખામંડળ તાલુકાના છેવાડાના ગામ મીઠાપુર ખાતે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ આવ્યો ના હોવાથી મીઠાપુર વાસીઓ ચિંતામાં મુકાયા હતા. પરંતુ આજ રોજ વહેલી સવારથી જ અહી ખુબ જ ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો હતો. જો કે કઇ ખાસ કેવાય એવું પાણી પડયું ન હોવા છતા પણ એક આશા બંધાણી છે કે હવે તો વરસાદ આવશે જ. હવે જોવાનું એ રહયું કે લોકોની આશા પર પાણી ફરી વળે છે કે દર ગત વર્ષની જેમ આ વખતે પણ ખાલી રાહ જોવાની જ છે.

(11:54 am IST)