Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

મોટા દડવા ગામે ૧.૪૦ લાખના દારૂના જથ્થા સાથે ગોંડલના બે શખ્સો પકડાયા

ટવેરા કાર અને દારૂ સહિત ૩.૪૧ લાખનો મુદામાલ કબ્જેઃ રૂરલ એલસીબીનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ બંને શખ્સો, કાર અને દારૂનો જથ્થો નજરે પડે છે.

રાજકોટ, તા.૩૦: આટકોટના મોટા દડવા ગામે રૂરલ ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી ૧.૪૦ લાખના દારૂના જથ્થા સાથે ગોંડલના બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી એલ.સી.બી પી.આઈ  જે.એમ.ચાવડા પો.હેડ કોન્સ મહિપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, અમીતભાઇ કનેરીયા પો.કોન્સ.જયુભા વાઘેલા, મનોજભાઇ બાયલ, દિવ્યેશભાઇ સુવા, ભોજાભાઇ ત્રમટા,મયુરસિંહ જાડેજા એમ એ રીતેના સ્ટાફનાઓએ મોટાદડવા ગામેથી આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે લાલો ઇબ્રાહીમભાઇ સુમરા રહે- ગોંડલ તથા સુભાષ ઉર્ફે સુભલો વલ્લભભાઇ વાદ્યેલા રહે- ગોંડલ વાળાઓને તેના કબજા ની સેવરોલેટ ટ્રાવેરા ગાડી નં. GJ-૦૩-CE-૫૪૧૩ માંથી ગે.કા. પાસ પરમીટ વગરનો જુદી જુદી બ્રાંડની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ- ૪૬૭ કિ.રૂ. ૧,૪૦,૧૦૦/- તથા ટ્રાવેરા ગાડી રજી.નં. GJ-૦૩-CE-૫૪૧૩ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧,૦૦૦/- તથા ટ્રાવેરા ગાડીની આર.સી. બુકની કલર ઝેરોક્ષ ૧ કિ.રૂ. ૦૦/- મળી કુલ રૂ. ૦૩,૪૧,૧૦૦ /- ના મુદામાલ સાથે પકડી પાડી ધી ગુજરાત પ્રોહીબીશન એકટ હેઠળ અટક કરી આટકોટ પો.સ્ટે આગળ ની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.(૨૩.૬)

 

(11:54 am IST)