Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

મોટી પાનેલી-ભાયાવદરમાં જુગારના દરોડાઃ ૯ પતાપ્રેમીઓ પકડાયા

રાજકોટ, તા., ૩૦: મોટી પાનેલી અને ભાયાવદરમાં પોલીસે જુગારના દરોડા પાડી ૯ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા. જો કે ૩ શખ્સો નાસી છુટયા હતા.

પ્રથમ દરોડામાં મોટી પાનેલી ગામે ભાયાવદરના એ.એસ.આઇ. જયદીપ અનડકટ સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) અરજણ રવજીભાઇ વાઘેલા, (ર) જેસીંગભાઇ ખોડાભાઇ વાઘેલા (૩) સુખાભાઇ વશરામભાઇ પરમાર, (૪) અરજણભાઇ રાજુભાઇ વાઘેલા,(પ) રમેશભાઇ બગાભાઇ વાઘેલા તથા (૬) સોમાભાઇ રવજીભાઇ વાઘેલા રહે. તમામ મોટી પાનેલીને રોકડ રૂ. ૧૨૬૪૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

જયારે બીજા દરોડામાં ભાયાવદરના પો.કો. મહાવીરસિંહ ડોડીયા સહીતના સ્ટાફે ભાયાવદરની સીમમાં મનસુખભાઇ માકડીયાની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા મનસુખ પરબતભાઇ માકડીયા, હેમંતભાઇ ભીમાભાઇ મુંધવા તથા ઇશાક ઇસ્માઇલભાઇ શેખને રોકડ રૂ. ૧ર૦૬૦ અને બે બાઇક મળી કુલ રૂ. ૧૦ર૦૬૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ રેઇડ દરમિયાન નારણ પુનાભાઇ રબારી, વિક્રમ જકાભાઇ રબારી તથા ખીમા રબારી નામના શખ્સો નાસી છુટયા હતા.(૪.૪)

(11:53 am IST)