Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

લીંબડી પાસે રાત્રીના રિવોલ્વરની અણીએ ૪ લાખની લૂંટ

વેપારી ભરતભાઇ પટેલ સ્કુટરમા જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આંતરીને નિશાન બનાવ્યા

વઢવાણ તા.૩૦: સુરેન્દ્રનગરના લીંબડી શહેરના એ.ડી.જાની રોડ પર વેપારીને મારમારી રિવોલ્વર બતાવી લૂંટ ચલાવી ત્રણ જેટલા અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા રોકડ સહીત અંદાજે રૂપિયા ૪ લાખની લૂંટ ચલાવવામાં આવી ભરતભાઇ ભગવાન ભાઇ પટેલ પોતે પોતાના એકિટવા પર અંદાજિત રકમ ૪ લાખ લઇને પસાર થઇ રહ્યા હતા.

ત્યારે ૩ જેટલા અજાણ્યા યુવક લીમડી શહેરની મધ્યમા આવેલ એ ડી જાની રોડ પર ભરતભાઇ ને ઉભા રાખીને રિવોલ્વર બતાવીને ૪ લાખ સેરવી લીધા હતા ભરત ભાઇ પોતે પાન-મસાલાના હોલસેલ તરીકે પોતાનો બિઝનેસ કરે છે વેપારી ઘેર સ્કુટર પર જઇ રહ્યા હતા તે દરમિયાન બન્યો બનાવ વેપારીને સામાન્ય ઇજાઓ પહોંચી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી સાથે ભરત ભાઇએ લીમડી પોલીસ મથકમાં જાણ કરી હતી.(૧૭.૧)

 

(10:58 am IST)