Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ભાયાવદરના અપહરણ કેસમાં પોલીસનો સમરી રીપોર્ટ મંજુર

ધોરાજી તા.૩૦: ભાયાવદર પોલીસ સ્ટેશનના મોટી પાનેલી ગામના ભોગ બનનારે પોતાની સાથે આરોપી જીગર મનજી કોળીને બદકામના ઇરાદે અપહરણ કરેલ હોવાની ફરિયાદ આપવામાં આવેલી હતી આ ફરિયાદ ભોગ બનનારની માતા તરફથી પોલીસમાં આપવામાં આવેલી હતી જેની તપાસ બાહોશ પોલીસ અધિકારી ડોકટર શ્રી શ્રુતિ મહેેતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.સી.એસ.ટી.સેલ રાજકોટના ને સોંપવામાં આવેલી હતી તેમણે તટસ્થ તપાસ કરી અને ભોગ બનનારનું નિવેદન લીધું આ ભોગ બનનારના નિવેદનમાં ભોગ બનનાર પોતે જાતે ઘરેથી નિકળી ગયેલ હોય અને આરોપીની સાથે ફોન દ્વારા અગાઉથી સંપર્કમાં હોય તથા બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય આ તમામ હકીકત ધ્યાનમાં આવેલી હતી.

કાયદાની પરિસ્થિતિને ધ્યાને લઇ અને ડોકટર શ્રુતિ મહેતા તરફથી કોર્ટને ગુનો બનતો ન હોવાનો રીપોર્ટ કરવામાં આવેલો હતો જે તમામ દસ્તાવેજી પુરાવા તથા ભોગ બનનાર અને ફરિયાદીના વિશેષ નિવેદન અને સાયન્ટીફીક એપ્રોચથી શ્રુતિ મહેતાએ કબજે લીધેલ અને તમામ દસ્તાવેજી પુરાવા અને નિવેદનોને ધ્યાને લઇ અને ધોરાજીના જજ શ્રી દવે એ સમરી રીપોર્ટ મંજુર કરેલો છે સામાન્ય રીતે આ પ્રકારના ગુનામાં પોલીસ ફરિયાદી તરફી વલણ રાખી અને ચાર્જશીટ કરી દેતી હોય છે જેના લીધે કોર્ટના ભારણ પણ વધતા હોય છે જે કામે ડોકટર શ્રુતિ મહેતા એ પ્રશંસનીય કામગીરી કરી અને તટસ્થ તપાસ કરી કાયદાની મર્યાદામાં રહી બનતો ન હોવાનો અહેવાલ કોર્ટને કરેલો હતો જે એેવાલ તરફથી મંજુર કરવામાં આવેલો છે.(૧.૫)

(10:31 am IST)