Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, દ્વારા, જસદણ-વિછીયા તાલુકામાં દર મહીને ખેડૂત સભા યોજવાનો નિર્ણય

જસદણ, તા.૩૦: કમળાપુર ગામે, શુભમ ઓઇલ મિલ ખાતે, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને  સીએલપી ઇન્ડીયા દ્વારા સંચાલિત, આરોહણ પ્રોજેકટના ૭ ગામના ખેડૂતોના ખેતી વિષયક પ્રશ્નો અને તેના નિરાકરણ માટે સભા યોજાઇ હતી, જેમા અંદાજે ૧૩૦ વધુ ખેડૂતો સહભાગી થયા હતા.

આજ કાલ બધા લોકો, સમુદાયો સંગઠીત થઇ પોતાના પ્રશ્નો, મુંજવણો વિશે ચર્ચા કરીને તેના ઉકેલો સોધવા માટે મથતા હોય છે. આજ-કાલ વોટ્સ-એપ, ફેસબુક જેવા સોશિયલ મિડીયા પર સતત નવી માહિતી મુકવામાં આવતી હોય છે. તેમાના દ્યણા મેસેજો જગતના તાત ખેડૂત અને ખેતી વિશેના પણ હોય છે. ખેડૂત શા માટે મુઝાયો છે ?ખેડૂત શા માટે દિવસે દિવસે દીન બનતો જાય છે ? ખેડૂતે શા માટે આત્મહત્યા કરવી પડે છે ? ખેડૂતને પોતાની મહેનતનું પુરતુ વળતર કેમ નથી મળતું ? જેવા અનેક પ્રશ્નો ખેડૂતો તેમજ સામાન્ય જન માનસ પર સતત ફરતા રહે છે. આવા અનેક પ્રશ્નોના જવાબો મેળવવા માટે, તેના સમાધાનો સોધવા માટે મોટી કોન્ફરન્સ યોજાતી હોય છેે. પણ જે લોકોને તકલીફ છે તેવા ખેડૂતો એકઠા થતા નથી માટે તેમને એકઠા કરવા માટે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સતત ૩ મહિનાથી સતત પ્રયત્ન કર્યા છે તેના પરિણામ સ્વરૂપ આ સભા યોજાય છે.

આ સભામાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના પ્રોગ્રામ કોર્ડીનેટર શ્રી સુમનભાઇ રાઠોડેઙ્ગ ઉદબોધન કર્યુ હતુ. એમણે જણાવ્યું હતું કે ખેતીમાં, રસાયણ આધારિત ખેતી, સજીવખેતી, ગાય આધારિત ખેતી, અગ્નિહોત્ર ખેતી, બાયોડાયનેમિક ખેતી જેવી અનેક વિચારધારાઓ અને ખેતી પદ્ઘત્ત્િ। ઉપલબ્ધ છે. આ દરેક ખેતી પદ્ઘત્ત્િ।ની ખાસિયત પણ છે, અને નબળાઈ પણ છે. દ્યણા ખેડૂતોને રસાયણ આધારિત ખેતી શિવાય, અન્ય ખાસ કોઈ જાણકારી હોતી નથી. આ માટે સતત જ્ઞાનની ઉપાસના થવી જરૂરી છે. આ માટે દર મહીને ખેડૂત સભા થવી જરૂરી છે, જેનાથી જ્ઞાનનું આદાન-પ્રદાન કરનાર એક સમાજનું નિર્માણ થાય.

 શ્રી અશોકભાઇ મુળીયા તેમજ હેમંતભાઇ હાજર રહ્યા હતા અને કપાસમાં આવતી ગુલાબી ઇયળ કેમ દૂર કરવી તેના માટેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે તેમણે ઈયળનું જીવનચક્ર અને ઝેરી દવાઓ પર ઝેરની માત્રા દર્શાવતા,વિવિધ સિમ્બોલનો પરિચય આપી, ઝેરની ઓછી માત્રાથી દવાના ઉપયોગની શરૂઆત કરવા જણાવ્યું હતું.

આજ કાલ ખેતીમાં સતત નવા સંશોધનો થઇ રહ્યા છે. નવા પ્રયોગો થઇ રહ્યા છે. એમ ખેતીમાં એક નવો જ અભિગમ જોડાઇ રહ્યો છે તે છે શીવ યોગ કૃષિ જે ખેતીને પણ યોગ શકિતથી વધારે ઉત્ત્।મ બનાવી શકાય તે માટે રાજકોટના શ્રી અનિલભાઇ જારસિયાએ પાવરપોઇન્ટ પ્રઝન્ટેશન અને પ્રેકિટકલ દ્વારા મંત્ર દ્વારા દૈવિ શકિતનું આહવાન કરીને પોતાના ખેતરમાં શકિતનો સંચાર કરવો તેની સમજપુરી પાડી હતી. શ્રી અજયભાઇ માકડીયા, નિલમભાઇ પનારા અને હેતલબેન શીવ યોગ કૃષિ માથી સહભાગી થયા હતા. અને તેમણે કરેલ સંશોધન મુજબ યોગ શકિતથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે આ શકિતપાત જો બિયારણ પર કરવામાં આવે તો પણ ખૂબ જ સારા પરિણામો મેળવી શકાય છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કમળાપુર સરપંચ શ્રી ધીરૂભાઇ રામાણી, પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના શ્રી જયેશ પરાલીયા, અરજણ સાકરીયા, શૈલેશ બેરાણી. તથા સાત ગામની ગ્રામ વિકાસ સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી.(૨૨.૨)

(10:31 am IST)