Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ઓખા મરીન પો.સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

ઓખા : ભાઇ બહેનના પ્રેમરક્ષાનું પર્વ એટલે રક્ષાબંધન બહેનનો ''ભાઇ કો કલાઇ સે પ્યાર બાંધા હૈ'' દરેક માધ્યમથી રજુ થતો પ્રેમ સીધો દિલ ને સ્પર્શે છે.'' બહેન સામે કોઇ ઉંચી આંખતો કરી જુએ''ની ભાવનામાં રક્ષણ કરવા વહાલનું મુલ્ય પ્રગટ થાય છે રાખડી માત્ર ભાઇ બહેનના હાથે જ બંધાય એવુ નથી કોઇ વડીલ કે ગુરૂ પણ રક્ષણ કાજે શિષ્ય કે અનુજ ને બાંધી શકે છે. ઓખામાં આવો જ એક અનોખો કાર્યક્રમ મરીન પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ. શ્રી મઢવી દ્વારા પ્રેરણા સામાજિક સેવા કેન્દ્ર ભીમરાણાની રપ વિકલાંગ બાળાઓ સાથે રક્ષાબંધન ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમા ઓખાના દરેક પોલીસ કર્મચારીઓને આ બાળાઓએ માથે તીલક કરી કલાઇમાં રાખડી બાંધી મો મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે ઓખા મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયા તથા શ્રી જગદીશભાઇ શાસ્ત્રીજી ચીફ ગેસ્ટ તરીકે રહયા હતા. ત્યારે તેમને પણ દરેક બાળાઓ એ રાખડી બાંધી આશિર્વાદ લીધા હતા. અને દરેક બાળાને મઢવી, ડો. પુષ્પાબેન સોમેૈ્યા અને તમામ સ્ટાફે રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરી હતી. આ પ્રસંગે પ્રેરણા સામાજિક કેન્દ્રના પ્રોફેસર જોશપ સર, તરેન્દ્રભાઇ, જયશ્રી ટીચર તથા દેવલટીચરે તમામ મરીન સ્ટાફ સાથે પુષ્પાબેનનો આભાર વ્યકત કર્યો હતો.તે પ્રસંગની તસ્વીર.(૧.૨)

(10:31 am IST)