Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પોરબંદર છાયા નગરપાલિકાના કાઉન્સિલર ફારૂક સૂર્યા દ્વારા સામાન્ય સભાના એજન્ડા પ્રશ્ને રિજ્યોનાલ કમિશ્નરને રજુઆત

ગત ૨૯ તારીખની સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલ અંગે રજુઆત

પોરબંદર : અત્રેની છાયા નગરપાલિકાના કાઉન્સિલર ફારૂક સૂર્યા દ્વારા સામાન્ય સભાના એજન્ડા પ્રશ્ન રિજ્યોનાલ કમિશ્નરને રજુઆત કરાઈ છે. વધુ વિગતો જોઈએ તો..

પોરબંદર છાંયા નગરપાલિકા ની તા. ૨૯/૪/૨૦૨૧ ની સામાન્ય સભા મા પ્રમુખ સ્થાનેથી કયા એજન્ડા રજુ થયા તેની માહિતી અમોએ લેખીતમાં માંગી હતી. પરંતુ આપવામાં આવેલ નથી અને આજની સામાન્ય સભામાં એજન્ડઓ જાહેર કર્યા વિના મંજુર કરી નાખ્યા હોય તેની સામે સ્ટે આપવા અને મ્યુ. અધિનિયમ મુજબ કાર્યવાહી કરશો તેવી વિનંતી છે.

જય ભારત સાથ જણાવવાનું કે, પોરબંદર છાયા નગરપાલિકાની ગઈ તા. ૨૯/૪/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨ કલાકે નગરપાલિકા કચેરી સભાખંડમાં સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં ની નોટીસ માત્ર ૪ દિવસ અગાઉ એટલે કે ૨૪/૭/૨૦૨૧ ના સાંજે મળી હતી જેમાં દર્શાવવામાં આવેલ એજન્ડાઓ પર સામાન્ય સભામાં કોઈ ચર્ચા કર્યા વગર તમામ એજન્ડાઓ મંજુર કરી દેવામાં આવ્યા હતા. તેમજ આ મીટીંગમાં અઘ્યક્ષ સ્થાને થી કોઈ જ મુદ્દા રજુ કરવામાં આવેલ નથી તેમ છંતા આ સભાનું સંચાલન કરતા સદસ્ય ને પણ મીટીંગ પછી તરત જ મીડીયા એ અધ્યક્ષ સ્થાને થી ક્યા એજન્ડા હતા તેવા પુછેલા સવાલના જવાબમાં આ સદસ્યશ્રીએ ૪ થી પ મુદ્દાઓનુ લીસ્ટ ઓફીસમાં હોવાનુ અને ચીફ ઓફીસર સાહેબ પાસે હોવાનું જણાવેલ અને પોતાની પાસે પણ તેની કોઈ માહિતી

નથી તેવુ કબુલ્યુ છે અને જણાવ્યુ હતુ કે પ્રમુખ સ્થાને થી એજન્ડા આઈટમ બહુમતી થી પસાર કરેલા છે તે લીસ્ટ તેઓ પાસે નથી અને તે વહીવટી પ્રક્રિયા હોય તેવુ જણાવી દીધુ. આમ, ખરેખર અધ્યક્ષ સ્થાને થી એજન્ડા ની વિગતો સભામાં મુકયા વગર કે તેની કોઈ વિગતો જાહેર કર્યા વિના મંજુર કરી દેવામાં આવી હોય તે તમામ એજન્ડા પર સ્ટે. આપી તેની અમલવારી ન થાય તેવો હુકમ કરવા યોગ્ય કરશો.

આ સભાનું રેકોડીંગ કરવામાં આવેલ હોવાનું પણ સદસ્યશ્રીએ જણાવેલ છે તે એ રેકોડીંગની કોપીઓ પણ તમામ સદસ્યોને આપવામાં આવે અને તે રેકોડીંગમાં અઘ્યક્ષ સ્થાનેથી કોઈ મુદા મુકવામાં આવ્યા નથી તે પણ સ્પષ્ટ થઈ જશે કારણ કે સભામાં ઉપસ્થિત પોરબંદર ના તમામ મિડીયાએ પણ સભાનું રેકોડીંગ કરેલ છે અને સભા પુરી થયા પછી પણ સભાનું સંચાલન કરતા સદસ્ય આ એજન્ડાની વિગતો જાહેર કરી શકાય નથી તે સ્પષ્ટ હોય આવા તમામ એજન્ડાઓની વિગતો મેળવી તેને બહાલી નહી આપવા તેની પર સ્ટે. આપી નગરપાલિકા અધિનિયમ અને કાયદાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા મહેરબાની  કરશો.

(8:30 pm IST)