Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કેશોદમાં ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડીયાની બીજી પૂણ્યતિથિ નિમિત્ત્।ે બહોળી સંખ્યામાં રકતદાન

રાજકીય આગેવાનો અને વેપારી અગ્રણીઓએ આપી શ્રદ્ઘાંજલી

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૩૦: પોરબંદર લોકસભા મતવિસ્તારના પૂર્વ સાંસદ અને માજી મંત્રી ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડીયા ની બીજી પૂણ્યતિથિ નિમિત્ત્।ે કેશોદ શહેરમાં મહારકતદાન કેમ્પ યોજાયો હતો. કેશોદના લેઉવા પટેલ સમાજ ખાતે યોજાયેલા મહારકતદાન કેમ્પમાં શહેરના યુવાનો અને મહિલાઓ બહોળી સંખ્યામાં રકતદાન કરવા માટે વહેલી સવારથી જ કતારબંધ પહોંચી ગયા હતાં.

પોરબંદર લોકસભા મતક્ષેત્રમાં આવતાં કેશોદ શહેર તાલુકામાં ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડીયા જબ્બર લોકચાહના ધરાવતાં હતાં અને વિશાળ ચાહકવર્ગ હોય ત્યારે સ્વયંભૂ રકતદાન કરવા શહેરીજનો ઉમટી પડયા હતા. આ રકતદાન કેમ્પમાં ૨૦૫ રકતદાતાઓએ રકતદાન કરી રકતની જોળી છલકાવી દીધી હતી.

કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ લાભુબેન પીપલીયા સહિતના રાજકીય આગેવાનો અને વેપારી અગ્રણીઓ દ્વારા ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડીયાનાં તૈલી ચિત્રને પુષ્પાંજલી અર્પણ કરી શ્રધ્ધાંજલી આપી હતી.

કેશોદની સરદાર વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા મહારકતદાન કેમ્પ માં સેવા આપી હતી. કેશોદ શહેરમાં યોજાયેલા મહારકતદાન કેમ્પ ને સફળ બનાવવા રાજુભાઈ બોદર, મેહુલભાઈ ગોંડલીયા, સાગરભાઈ બોરડ, વિવેકભાઈ કોટડીયા, સમીરભાઈ પાંચાણી, પ્રવિણભાઈ પી. પટેલ સહિતના યુવાનો એ જહેમત ઉઠાવી હતી. કેશોદ લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી પ્રવિણભાઈ ભાલારા એ સર્વે રકતદાતાઓ અને આગેવાનોનો આભાર વ્યકત કર્યો હતો.

(1:16 pm IST)