Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વાદળા છવાય છે વરસાદ વરસતો નથીઃ ખેડૂતોમાં ચિંતા

છેલ્લા બે દિવસથી પવનનું જોર વધ્યું: મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત

આટકોટમાં જોરદાર વરસાદી ઝાપટુ વરસ્યું હતું. (તસ્વીરઃ કરશન બામટા-આટકોટ)

રાજકોટ તા. ૩૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દરરોજ વાદળા છવાઇ છે પરંતુ વરસાદ વરસતો ન હોવાથી ખેડુતોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

છેલ્લા બે દિવસથી હવામાનમાં પલ્ટો આવ્યો છે અને પવનનું જોર વધ્યું છે અને આવા વાતાવરણ વચ્ચે મિશ્ર વાતાવરણ યથાવત છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પાંચ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ સાથે પાંચ દિવસથી સૂર્ય ના નીકળતા તથા રોજ મેઘાડંબર સાથેનું વાતાવરણ રહેતા શહેર તથા ગ્રામ્ય પંથકમાં તાવ, શરદી, ઉધરસ જેવા રોગચાળાનું વ્યાપક પ્રમાણ વધ્યું છે.

જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડ ચારેય તાલુકામાં સરેરાશ ૧૧ ઇંચથી ઉપર આ વર્ષનો વરસાદ થઇ ગયો છે પણ હજુ જિલ્લાના મોટા ભાગના ડેમો ખાલીખમની સ્થિતિમાં છે. પહેલી ઓગસ્ટ આસપાસ નવી વરસાદની સિસ્ટમ સક્રીય થાય તે પછી વરસાદ આવે તેવી સંભાવના મનાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૧ મહતમ, ર૭ લઘુતમ, ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૮.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:11 pm IST)