Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પ્રાદેશિક કમિશ્નર દ્વારા સિકકા નગરપાલિકા વિસ્તારની મુલાકાતઃ ધ્રોલમાં વિવિધ પ્રશ્ને ચર્ચા

ધ્રોલ તા. ૩૦: પ્રાદેશિક કમિશ્નરશ્રી વરૂણકુમાર બરનવાલ (IAS) નગરપાલિકાઓ રાજકોટ ઝોન, રાજકોટ દ્વારા સિકકા નગરપાલિકા ખાતે નગરપાલિકા વિસ્તારની મુલાકાત લેવામાં આવેલ હતી. જે દરમ્યાન કમિશ્નરશ્રી દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પ્રત્યક્ષ સ્થાનિક વિકાસના કામો અને નગરપાલિકાને લગત માળખાકીય સમસ્યાઓ જેવી કે વેરા વસુલાત, આંતરમાળકીય વિકાસના કામોની સમસ્યાઓ અંગે ચર્ચા કરી અને તે પરત્વે જરૂરી સુચનો કરવામાં આવેલ. ત્યારબાદ કમિશ્નરશ્રી દ્વારા શહેરમાં આવેલ સિકકા નગરપાલિકા સંચાલિત માધ્યમિક શાળામાં ચાલી રહેલ પ્રાર્થના ખંડનું કામ, સિકકા લાયબ્રેરી, સી.એચ.સી., જુનુ કોલેજ બિલ્ડીંગ, મદિના મસ્જીદ વિસ્તારમાં આવેલ મચ્છી માર્કેટ, નાઝ સિનેમા રોડ આવેલ શોપીંગ કોમ્પલેક્ષની વિઝીટ લેવામાં આવી.

કમિશ્નરશ્રી દ્વારા ધ્રોલ નગરપાલિકા ખાતે જામનગર જીલ્લા કક્ષાએ તેઓના અધ્યક્ષ સ્થાને પ્રથમ કો-એર્ડીએશન કમિટિની બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં જામનગર જીલ્લાની ચાર નગરપાલિકાઓ જામજોધપુર, સિકકા, કાલાવડ (શીતલા) અને ધ્રોલના પ્રમુખશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, કારોબારી ચેરમેનશ્રીઓ અને મ્યુનીસીપલ એન્જીનીયરશ્રીઓ, અને હાજર રહેલ. જેમાં હાજર તમામ સભ્યો તથા અધિકારીઓ સાથે સરકારશ્રીના નગરપાલિકા અને નગરપાલિકાના સરકારશ્રી લેવલે પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. કમિશ્નરશ્રી દ્વારા નગરપાલિકાની સામાન્ય સભા તથા કારોબારી સીમતિની બેઠક નગરપાલિકા અધિનિયમની જોગવાઇ અનુસાર યોજાય અને તેના ઠરાવો નિયત સમય-મર્યાદામાં વડી કચેરી ખાતે મોકલવા તાકીદ કરવામાં આવી તદઉપરાંત વિવિધ વિકાસના કામો, પાણી, ગટર અને સ્વચ્છતા મુદાઓ ઉપર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી અને તે બાબતે સુચનો પણ કરવામાં આવેલ. ત્યારબાદ કમિશ્નરરી દ્વારા ધ્રોલ શહેરના STP સાઇડ, ધન કચરા નિકાલની સાઇડ પર, સ્મશાની વિઝીટ, ચાલુ કામોની વિઝીટ વગેરે જગ્યા પર મુલાકાત લેવામાં આવી

(1:00 pm IST)