Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

જામકંડોરણામાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની બીજી પુણ્યતિથીએ મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને મહારકતદાન કેમ્પ યોજાયો

મંત્રી જયેશભાઇ રાદડીયા અને આગેવાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કેમ્પનો પ્રારંભ કરાયો

જામ કંડોરણામાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની બીજી પુણ્યતિથિએ  સર્વરોગ નિદાન કેમપ અને મહા રકતદાન કેમ્પ યોજાયો હતો. (તસ્વીરઃ મનસુખ બાલધા)

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૩૦ :.. સૌરાષ્ટ્રના ખેડુત નેતા અને સહકારી આગેવાન, ગરીબોના બેલી સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની તા. ર૯ ના બીજી પુણ્યતિથીએ કન્યા વિદ્યાલય જામકંડોરણા ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને મહારકતદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પને વિઠ્ઠલભાઇ રાદડીયાના પિતાશ્રી હંસરાજભાઇ રાદડીયા તથા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને ઉપસ્થિત આગેવાનોના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ હિરેનભાઇ બાલધા, ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, માર્કેટ યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોદર, ચિમનભાઇ પાનસુરીયા, કરણસિંહ જાડેજા તેમજ જામકંડોરણા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાભરમાંથી સહકારી ક્ષેત્રના આગેવાનો, પંચાયતોના હોદ્ેદારોએ હાજરી આપી સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા. શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયા ચેરીટેબલ ટ્રસ્ટ જામકંડોરાણા તથા ખોડલધામ સમિતિ, ખોડલધામ યુવા સમિત, ખોડલધામ મહિલા સમિતિ આયોજીત આ મહારકતદાન કેમ્પસમાં સવારથીજ તાલુકાભરમાંથી લોકો રકતદાન કરવા પહોંચી ગયા હતા અને રકતદાન કરી સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં પણ નિષ્ણાંત ડોકટરો દ્વારા દર્દીઓને તપાસી વિનામુલ્યે દવાઓ આપવામાં આવી હતી જેનો તાલુકાભરના જરૂરીયાત મંીદ લોકોએ લાભ લીધો હતો.

(12:01 pm IST)