Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ધોરાજીમાં જાહેરમાં પશુઓની કતલ કરવામાં આવશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે:પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા

ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે જન્માષ્ટમી અને બકરી ઈદના અનુલક્ષી કાયદો અને વ્યવસ્થા બાબતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ધોરાજી: ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા ના અધ્યક્ષ  સ્થાને  હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક મળી હતીઆ બેઠકમાં પીએસઆઇ શૈલેષ વસાવા મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલા ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા એ જણાવેલ કે આવનારા દિવસોમાં હિન્દુ મુસ્લિમ સમાજના બંને તહેવારો આવી રહ્યા છે ત્યારે શહેરમાં કોમી એકતા અને ભાઇચારો જળવાઈ રહે તે બાબતે સૌનો સાથ સહકાર આપવાની અપીલ કરી હતી

  વધુમાં જણાવેલ કે મુસ્લિમ સમાજ ની સ્વૈચ્છિક સંસ્થાઓએ  બકરી ઈદનો તહેવાર મુસ્લિમ સમાજે જાહેરમાં નહીં ઉજવવા બાબતે સર્વાનુમતે નિર્ણય લીધો છે ત્યારે  આવનારા દિવસોમાં બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે જાહેરમાં કોઈ પશુઓની કતલ ન થાય તે બાબતે મુસ્લિમ સમાજ ને તાકીદ કરી હતી બહારપુરા વગેરે વિસ્તારો સિવાય જો જાહેરમાં આ પ્રકારની પશુઓની કતલ કરવામાં આવશે તો તેમની સામે કડક હાથે પગલાં લેવામાં આવશે અને બીજીવાર આવું ન કરે તે પ્રકારની ભાન પણ કરાવવામાં આવશે જેથી બકરી ઈદનો તહેવાર ધાર્મિક છે અને સરકારના નિયમ પ્રમાણે ઉજવે તેમાં કોઈ વાંધો નથી પરંતુ કોઇ સમાજની લાગણી દુભાઇ તે પ્રકારનું જાહેરમાં કૃત્ય ન થાય તે પણ જોવું જરૂરી  છે
   હુકુમતસિંહ જાડેજા વધુમાં જણાવેલ કે ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો આવેદનપત્ર આપવા આવ્યા હતા અને ગાયોને કોઈ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતો હોય તે પ્રકારની રજૂઆત કરી છે જો આ બાબતને મને ખબર પડશે તો ગૌવંશ ઉપર હુમલો કરનારની ખેર નથી તેમની સામે સખ્ત કાર્યવાહી કરી અને આ ગામ પણ છોડાવી દેવામાં આવશે જેથી આવું કૃત્ય કરનાર ની સામે લાલ આંખ કરવા મા આવશે તેમ પોલીસ ઇન્સ્પેક્ટર  હુકુમતસિંહ જાડેજા એ જણાવ્યું હતુંધોરાજીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે પોલીસ કડક હાથે કામ લેશે
  હિન્દુ સમાજ ના તહેવારો જન્માષ્ટમી વગેરે તહેવારો આવતા હોય ત્યારે હિન્દુ સમાજે પણ જાહેરમાં ન ઉજવવા બાબતે પણ અપીલ કરી હતી જન્માષ્ટમીના તહેવારો શાંતિથી ઘરમાં જ ઉજવાય તે પ્રકારના માહોલ સર્જાવા બાબતે પણ હિન્દુ સમાજના આગેવાનોને અપીલ કરી હતી કૃષ્ણ જન્માષ્ટમી નંદ મહોત્સવ શોભાયાત્રા વિગેરે જાહેરમાં ન યોજવા બાબતે પણ વિનંતી કરતા જણાવ્યું હતું
  આ બેઠકમાં ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા એ જણાવેલ કે ધોરાજીમાં હિન્દુ-મુસ્લિમ સમાજની કોમી એકતા જળવાઈ રહે અને ભાઈચારો જળવાઈ રહે એ પ્રકારે અમારો કાયમી સાથ સહકાર હોય છે અને અમારા   જૈન સમાજના પર્યુષણ પર્વ પર અમો જાહેરમાં નથી ઉજવવાના માત્ર ને માત્ર દરેક જૈન સમાજના પરિવારો પોતાના જ ઘરે પર્યુષણ પર્વ ઉજવશે એવું સર્વાનુમતે નક્કી કર્યું છે તેમજ ધોરાજીના વેપારીઓએ હિન્દુ સમાજ વતી જન્માષ્ટમીની શોભાયાત્રા કે અને ઉત્સવો જાહેરમાં નહીં યોજીએ તેવું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે
  અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ અને ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા એ પોલીસને જણાવેલ કે 200 રૂપિયા દંડ જે વસુલ કરવામાં આવે છે તે વેપારીઓને દુકાનની અંદર જઈને પોલીસ કર્મચારીઓ હેરાન કરે છે તે બાબતે થોડું ધ્યાન આપવા વિનંતી કરી હતી
  આ સાથે મુસ્લિમ સમાજના કાસમભાઈ કુરેશીએ જણાવેલ કે બકરી ઇદની નમાજ મસ્જિદમાં પઢવા બાબતે 20 થી 25 લોકો ની મંજૂરી માંગી હતી જેની સામે પોલીસ ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજા એ જણાવેલ છે 20થી વધારે સંખ્યામાં લોકો ભેગા થાય તો મસ્જિદના સંચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી કાસમભાઈ કુરેશીએ જણાવ્યું કે આ બાબતે ધોરાજીના મુસ્લિમ સમાજના મોલાના સાહેબ ની સાથે બેઠક કરવી પડે ધોરાજી મુસ્લિમ સમાજના મૌલાના ઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નિર્ણય કરવા નું જણાવ્યું હતું
  ખાટકી સમાજના પ્રમુખ નુરમામદ કરવા એ જણાવેલ કે બકરી ઈદ ના દિવસે અમો જાહેરમાં ખુલ્લા વાસણોમાં માસ મટન લઈને નીકળશું નહીં વાસણો ઢાકીને નીકળશે તે બાબતે અમે તકેદારી લેશુ તેમજ હવેલી શરીરમાં બે પોલીસ રાખી દેજો જેથી કરીને કોઈ લારીવાળો જાહેરમાં આ બાબતે આ ગલીમાંથી પસાર ન થાય
  ખાટકી સમાજના પ્રમુખ નુરમામદ કારવા એવધુ જણાવેલ કે ધોરાજીમાં સલોટર હાઉસ બહારપુરા વિસ્તારમાં માસ મટન વેચવાની છૂટ છે પરંતુ અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર જે પ્રકારે વેચે છે તેને અમારી કોઈ જવાબદારી નથી આમાં બંધ કરાવીએ છીએ તો અમોને પણ એ લોકો ગાળો ભાંડે છે જેથી ગેરકાયદેસર માસ મટન નો જાહેરમાં ધંધો કરતા હોય તેમની સામે પોલીસ કાર્યવાહી કરે એમાં અમને કોઈ વાંધો નથી
આ બાબતે પોલીસ ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજાએ જણાવેલ કે જે પ્રકારે ગેરકાયદેસર રીતે આ પ્રકારનો ધંધો કરતા હશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ પોલીસનું કામ છે
અંતમાં જણાવેલ કે ધોરાજીમાં જન્માષ્ટમી અને બકરી ઈદ ના તહેવાર દરમ્યાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા બાબતે શાંતિ જળવાઈ રહે તે બાબતે સૌને અપીલ કરી હતીબેઠકમાં ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઇ હોતવાણી હોકળા કાંઠા વિસ્તારના સુધરાઇ સભ્ય પ્રદીપભાઈ પંડયામુસ્લિમ સમાજના કાસમભાઈ કુરેશી ખાટકી સમાજના પ્રમુખ નૂરમામદ બચુ કારવા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(8:30 pm IST)