Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

રાજુલા- ખાંભામાં- ર, ભેંસાણ- સાવરકુંડલામાં ૧ll ઇંચ

અમરેલી-કોડીનાર, ધારી, તાલાલામાં ૧ ઇંચઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ ફરી જામ્યો

રાજકોટ તા. ૩૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે બપોરથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અનેક જગ્યાએ ઝાપટાથી માંડીને ર ઇંચ જેટલો વરસાદ પડયો છે.

આજે અમરેલી જીલ્લાનાં રાજુલા અને ખાંભામાં ર ઇંચ જયારે સાવરકુંડલામાં દોઢ ઇંચ, અમરેલી અને ધારીમાં એક ઇંચ તથા લીલીયામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત ગીર સોમનાથ જીલ્લાનાં તાબાના અને કોડીનારમાં ૧ ઇંચ, ઉના, ગીરગઢડા અને સુત્રાપાડામાં અડધો ઇંચ તથા વેરાવળમાં વરસાદી ઝાપટા પડયા છે.

જુનાગઢ જીલ્લાનાં ભેંસાણમાં દોઢ ઇંચ તથા વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે કેશોદ, મેંદરડા, માણાવદર, માળીયા મિંયાણામાં ઝાપટા પડયા છે.

દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુર અને ભાણવડમાં વરસાદ વરસ્યો છે.

ધીમી ધારે તથા જસદણમાં ઝાપટા રૂપે તથા બામણાશા ઘેડ પંથકમાં જોરદાર વરસાદ પડયો છે.

(3:50 pm IST)