Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

જામનગરની ઘટના : ગાયોને દોહવા બાબતે છરી ઝીંકી દીધી

જુગાર રમતા ૭ મહિલા સહિત ૩૩ ઝડપાયા

જામનગર તા. ૩૦ : સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રજાક ઈસ્માઈલભાઈ ખફી એ ફરીયાદ નોંધાવી છે કે, વિકાસગૃહ રોડ, મેન્ટલ હોસ્પિટલના ખુણે રોડ પર ફરીયાદી રજાકભાઈની ગાયો દોવાનું કામ આરોપી વિજય ડાયાભાઈ રાતડીયા, કરતો હોય બે દિવસથી ગાયો દોવા માટે ન જતા ફરીયાદી રજાકભાઈ ખીજાયેલ હોય જે વાતનો ખાર રાખી ફરીયાદી રજાકભાઈને આરોપી વિજયએ મારી નાખવાના ઈરાદે જમણા બગલથી નીચે પડખામાં જમણી સાઈડ તથા જમણા હાથના બાવડા માં છરીના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી ગુનો કરેલ છે.

નાઘેરવાસમાં જુગાર

સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, નાઘેરવાસ સરકારી શાળા પાછળની ગલીમાં જાહેરમાં અમીતભાઈ ઉકાભાઈ સોલંકી, અનીલ ગોવિંદભાઈ વાળા, હરેશ મંગાભાઈ ગોહિલ, ભોલા દિનેશ સોલંકી, ગોળ કુંડાળુ વળી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ. ૧૦,પ૧૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગોકુલનગરમાં જુગાર

સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર સોમનાથ સોસાયટી શરી નં.૧, જામનગરમાં રાજેશભાઈ જયસુખભાઈ ઝીંઝુવાડીયા, પિંટુ જયસુખભાઈ ઝીંઝુવાડીયા, કરશનભાઈ જીવાભાઈ સોલંકી, સનિ જીતુભાઈ મકવાણા, સંજય જયસુખભાઈ ઝીંઝુવાડીયા, કમલેશભાઈ વાલજીભાઈ વાઢેર, રે. જામનગરવાળા ગોળ કુંડાળુ વળી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ. ૧૦,૬૭૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની ૧૮ બોટલ સાથે ઝડપાયો

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સપેકટર ફરીયાદ નોંધાવી છેકે, દિ.પ્લોટ–૪૯, જામનગરમા લહેરીલાલ મુળજીભાઈ દામા, દારૂની બોટલ નંગ–૧૮ કિંમત રૂ.૯૦૦નો રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી અનીલ લહેરીલાલ  દામા ફરાર થઈ ગયેલ છે.

મોરકંડા ગામે જુગાર

પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદિપસિંહ મંગુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મોરકંડા ગામના સ્મશાન પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગોપાલભાઈ દિલીપભાઈ ડોડીયા, શંકર જગદીશભાઈ દેગામા, રમેશભાઈ દિલીપભાઈ ડોડીયા, અરવિંદભાઈ મોહનભાઈ ઘોસનાદા, અનિલભાઈ હરીભાઈ પરમાર, મનીષભાઈ મનસુખભાઈ મારકણા, પ્રકાશભાઈ નાનજીભાઈ પરમાર, રે. મોરકંડા ગામવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ. ૧૦,૩ર૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સણોસરા ગામે જુગાર

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સણોસરા ગામની સીમ વિસ્તારમાં ભાડીયુ તળાવ પાસે અવોલ અનિરૂઘ્ધસિંહ ઘેલુભા જાડેજાની વાડીએ શેઢે લીંબડાના ઝાડ નીચે જાહેરમાં ઈન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ પ્રવિણસિંહ જાડેજા, ચન્દ્રસિંહ ઉર્ફે શકિતસિંહ અજીતસિંહ જાડેજા, હરપાલસિંહ જામભા જાડેજા, ગજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ચનુભા જાડેજા, અનિરૂઘ્ધસિંહ ઉર્ફે અનુભા ઘેલુભા જાડેજા, રે. સણોસરા ગામવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ. ૧ર૪૬૦ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

વિજ વાયરની ચોરી

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ડેનીસભાઈ નરેન્દ્રભાઈ વાછાણી એ ફરીયાદ નોંધાવી છે કે, હરીપર ગામ સીમ વિસ્તારમાં ડેલ્ટા રબરટેક કારખાનાની સામે નવા ખેતી વાડી ૧૧–કે.વી. ફીડરમાં ૧૭ ઈલેકટ્રીક પોલના ગાળામાં નાખવામાં આવેલ પપ એમ.એમ.ર વિજ વાયર કિંમત રૂ.૬૭,૯૯૦ની આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

હાપામાં જુગાર

પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. લાલજીભાઈ ગોબરભાઈ રાતડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા જવાહરનગરમાં કાર્તીક સ્વામીના મંદિરની બાજુમાં ભગવતસિંહ ભીખુભા જાડેજા, કારીબેન હરજીભાઈ નરશીભાઈ સાલાણી, કંચનબેન મુકેશભાઈ નરશીભાઈ સાલાણી, બીનાબેન સંજયભાઈ નાનજીભાઈ ઝીંઝુવાડીયા, સોભનાબેન ઉર્ફે ડીડી મનસુખભાઈ ચૌહાણ, નીમુબેન ધીરૂભાઈ પરમાર, રે. હાપા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ. ૬૮૯૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પાટણ ગામે જુગાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. પાયલબેન જીવાભાઈ ભારાઈ એ ફરીયાદ નોંધાવી છે કે, પાટણ ગામે આવેલ સસ્તા અનાજની દુકાન પાસે ખુલ્લા પટ્ટમાં નાથાભાઈ ઓઘાડભાઈ ઓડેદરા, સુમીતભાઈ વિનોદભાઈ ભટ્ટી, કિરણબેન બધાભાઈ ડાભી, સોનલબેન ભાવિનભાઈ કસરેજા, રે. પાટણ ગામવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ. રપ૯૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(2:56 pm IST)