Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

પડધરીના વણપરીની વાડીમાં જુગારના હાટડા ઉપર એલસીબીનો દરોડોઃ ૧ર શખ્સો પકડાયા

ર.ર૪ લાખની રોકડ સહિત ૧ર.૯૦ લાખનો મુદામાલ કબ્જેઃ પી.આઇ. મહેન્દ્રસિંહ રાણાની ટીમનો દરોડો : પડધરીમાં જુગાર રમતા ૪ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે

રાજકોટ તા. ૩૦: પડધરીના વણપરી ગામની સીમમાં રાજકોટ ગરાસીયા યુવાનની વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર રૂરલ ક્રાઇમ બ્રાંચે રેઇડ કરી જુગાર રમતા ૧ર શખ્સોને ૧ર.૯૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ય વિગતો મુજબ પડધરીના વણપરી ગામની સીમમાં રાજકોટના ગરાસીયા યુવાનની વાડીમાં ધર્મરાજસિંહ ભૂપતસિંહ જાડેજા રહે. કૃષ્ણનગર જામનગર તથા ઉતમ અરજણભાઇ કરમુર રે. ખોડીયાર કોલોની શેરી નં. ૬ જામનગર બહારના માણસોને બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળતા રૂરલ એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. મહેન્દ્રસિંહ રાણા તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા ૧ર શખ્સોને રોકડા રૂ. ર.ર૪ લાખ, ૧૧ મોબાઇલ તથા એક વાહન મળી કુલ ૧ર.૯૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં ધર્મરાજસિંહ જાડેજા, ઉત્તમ કરમુર રે. બંન્ને જામનગર, પુના હિરાભાઇ પાસીયા રે. શાપર તા. જી. મોરબી, રમેશ મોહનભાઇ મુંગરા રે. મેહુલનગર શેરી નં. ૪ જામનગર, જયપાલસિંહ મનુભા ગોહિલ રે. નીલકમલ સોસાયટી જામનગર, ગફાર અબુલભાઇ મોવર રે. વાવડી રોડ મોરબી, પરેશ ભીખુભાઇ કાછડીયા રે. દેસાઇવાડી શેરી નં. ૬ જેતપુર, લલીત નનુભાઇ ખુંટ રે. રાજશ્રી સોસાયટી જેતપુર, કૌશિક હરસુખભાઇ ગોવાણી રે. રવિરત્ન સોસાયટી રાજકોટ, મુકેશ વિસાભાઇ ડાભી રે. નાની બજાર મોરબી, રોહિત ભગવાનજીભાઇ બોપલીયા રે. ચંદ્રેશનગર મોરબી તથા માધુભા પનુભા જાડેજા રે. ખોખરી તા. પડધરીનો સમાવેશ થાય છે. પકડાયેલ તમામને પડધરી પોલીસના હવાલે કરાયા હતા.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી, બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવ બારડ, મયુરસિંહ જાડેજા તથા અમુભાઇ વિરડા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

બીજા દરોડામાં પડધરી પોલીસે પડધરી આંબેડકરનગરમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા મમદ સતારભાઇ પોપટપૌત્રા, દિનેશ શામજીભાઇ પરસોડા, નલીન ભૂપતભાઇ ડાભી તથા જીતુ મુનાભાઇ નાગાણી રે. તમામ પડધરીને રોકડા રૂ. ૧૧પ૭૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:37 am IST)