Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

વઢવાણ માર્કેટીંગ યાર્ડની દુકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો

વઢવાણ,તા.૩૦ :  પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાંથી પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરિણામલક્ષી કાર્યવાહી કરવા અંગે

આવેલ સૂચના  અન્વયે હકીકત મેળવી પ્રોહી જુગારના વધુમા વધુ કેશો શોધી કાઢવા જરૂરી સુચના/માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે, જયેશભાઇ જીતેન્દ્રભાઇ ત્રિવેદી રહે.નવો ૮૦ ફુટ રોડ ઉમીયાટાઉન શીપ વાળો વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં પોતાના કબજા ભોગવટાની ધાર્મી એન્ટરપ્રાઇઝ નામની દુકાન નંબર.રપ મા ઉપરના માળે જુગારનો અખાડો ચલાવે છે  જે આધારે રેઇડ કરતા  (૧) જયેશભાઇ જીતેન્દ્રભાઇ ત્રિવેદી ઉ.વ.૩પ ધંધો.વેપાર (રે. કૈલાશ પાર્ક) (ર) રાજદીપભાઇ વિનાયકભાઇ મકવાણા ઉવ.૩ર ધંધો પ્રા..નોકરી રહે.જોરાવરનગર ડી.એન.ટી.હાઇસ્કૂલ પાસે (૩) અનીલભાઇ પ્રભુદાસભાઇ ગોંડલીયા ઉવ.૪૩ ધંધો વીમા એજન્ટ રહે.રતનપર તારામણી કોમ્પલેક્ષ પાસે મેઇન રોડ (૪) ઇબ્રાહિમભાઇ અલીભાઇ મેતર ઉવ.૪૩ ધંધો મજુરી રહે.રતનપર તારમણી કોમ્પલેક્ષ પાસે (૫) નિલેષભાઇ મનસુખભાઇ મકવાણા ઉવ.૩૮ ધંધો મિસ્ત્રીકામ રહે.હરીનગર કુંડીવાવ પાસે રતનપર (૬) શાહબાજભાઇ યુનુશભાઇ મેતર ઉવ.૩ ર ધંધો મજુરી રહે.રતનપર શેરી નં. વાળાઓને દુકાનમાં ઉપરના માળેથી જુગાર રમી રમતા રોકડા રૂ. ૩૨,૩૦૦/- તથા મોબાઇલ નંગ-૬ કી.રૂ.૧૬,૦૦૦/- તથા ગંજીપાના નંગ-પર કી. રૂ. ૦૦/- મળી કુલ રૂ.૪૮,૩૦૦/ના મુદામાલ સાથે પકડી પાડી  કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ.સી.બી. પો.ઇન્સ.  ડી.એમ.ઢોલ સાહેબ તથા પો.સબ.ઇન્સ.  વી.આર.જાડેજા, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા એન.ડી.કલોતરા તથા વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા પો.કોન્સ. સંજયસિંહ ધનશ્યામસિંહ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ ઝાલા તથા ચમનભાઇ જશરાજભાઇ તથા પો.કોન્સ. દિલીપભાઇ ભુપતભાઇ તથા નિર્મળસિંહ મંગળસિંહ એ રીતેની ટીમ દ્રારા ઉપરોકત જુગારધારા હેઠળનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:35 am IST)