Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

જૂનાગઢમાં OTDR મશીન પડી જતા પોલીસે મુળ માલિકને શોધી પરત કર્યુ઼

જૂનાગઢ,તા.૩૦: હિતેષભાઇ ભીખુભાઇ ચાવડા રહે જૂનાગઢ ઇન્ટરનેટ સર્વીસ પ્રોવાઇડર કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા હોય, જે દરમ્યાન તેઓને ફાઇબર કેબલ કપાઇ જાય તો ચેક કરવાનુ OTDRઙ્ગ મશીન કે જેની અંદાજીત કીમત ૧,૨૫,૦૦૦/- સક્કર બાગ પાસે પડી ગયેલ હોય જે ભવિષ્યમાં મળવુ મુશ્કેલ હોય, તેની જાણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. આર.જી.ચોધરીને કરતા, તેઓ દ્વારા જીલ્લાના કમાન્ડ & કંટ્રોલ રૂમના પો.સ.ઇ. પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્ડ & કંટ્રોલ રૂમ ના સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. આર.જી.ચોધરી હે.કો વિક્રમસિંહ જુંજીયા, પો.કો. દીનેશભાઇ જીલડીયા તેમજ જીલ્લાના કમાન્ડ ્રૂ કંટ્રોલ રૂમ ખાતેના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પો.કો. અનોપસિંહ ઝાલા, સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા  તે મશીન કોઇ રીક્ષા વાળાને રસ્તા ઉપર રેઢુ મળેલ હોય, તે રીક્ષાનો નંબર GJ23X5770 મળી આવેલ હતો. રિક્ષા નંબર આધારે પોકેટ કોપ આધારે સર્ચ કરવામાં આવતા, રિક્ષા માલિક અજયભાઇ સુરેશભાઇ પરમાર નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. બીજી બાજુ રીક્ષાના માલિકને પોતાને મળેલ વસ્તુ પરત આપવા માટે શોધ ખોળ કરેલ પણ કોઈ મળી આવેલ ના હતું. રીક્ષા માલિક દ્રારા એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરી, OTDR  (કીમત રૂ ૧,૨૫,૦૦૦/-) મૂળ માલિકને પરત કરેલ હતુ.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંદ્ય દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ પોલીસ અને એ ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા.

(11:34 am IST)