Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

દામનગર સેવા સંસ્થા અનસુયાક્ષુધા કેન્દ્રના વાર્ષિકદિને ધ્વજારોહણ મહાપ્રસાદનું આયોજન થયું

દામનગર,તા.૩૦: દામનગર શહેરમાં લાખોની જઠરાગ્નિ તૃપ્ત કરતી સંસ્થા અનસૂયા ક્ષુધા કેન્દ્રને એક વર્ષ પૂર્ણ થતાં ધજારોહણ મહા પ્રસાદનું આયોજન કોરોનાની મહામારીમાં પણ સોશલ્ય ડિસ્ટન્ટ સાથે  કરાયું હતું.

અતિથિ અભ્યાગતો નિરાધાર વૃદ્ઘ અંધ અપંગને સંપૂર્ણ નિઃશુલ્ક ભોજન આપતી સંસ્થા અનસૂયા ક્ષુધા કેન્દ્ર ગાયત્રી મંદિર ખાતે એક વર્ષ પહેલાં શરૂ થયેલ ભોજન સેવાના આ મહાયજ્ઞને એક વર્ષ પૂર્ણ થતાં મહા પ્રસાદનું આયોજન કરાયું  હતું.

લાખો લોકોને સંપૂર્ણ અન્નથી તૃપ્ત કરી નિરંતર રીતે સંપૂર્ણ મફત ભોજનનો મહાયજ્ઞમાં ઉદારદિલ દાતાઓના આર્થિક સહયોગથી સુવ્યવસ્થિત રીતે સંચાલન કરતા અનસૂયા ક્ષુધા કેન્દ્ર સંસ્થાના ટ્રસ્ટી દેવચંદભાઈ આલગિયા, જીતુભાઇ બલર, ભરતભાઇ ભટ્ટ, નટુભાઈ ભાતિયા, રાજેશભાઈ મસરાણી, ધીરૂભાઇ ભકત સોલંકી, બટુકભાઈ શિયાણી, કોશિકભાઈ બોરીચાઙ્ગ, પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ,માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા, નિકુલભાઈ રાવળ, જયતિભાઈ નારોલા, માધવ સ્ટીલ વિનુભાઈ બારડ, રમેશભાઈ વાઢાળા, ધનસુખભાઈ ભટ્ટ, નરશીભાઈ હુલાણી, અશોકભાઈ બાલધા સહિતની ઉપસ્થિતિમાં ધજારોહણ તથા મહાપ્રસાદનો કાર્યક્રમ સંપન્ન થયો છે.

(11:33 am IST)