Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

હળવદના બુટવડા ગામે વાડીમાં જમીનમાં દાટેલી દારૂની બોટલ ઝડપાઇ

દારૂની ૮૦ નંગ બોટલ સાથે ૮ હજારનો મુદ્દામાલ કબજે :આરોપીની શોધખોળ

હળવદ : હળવદના બુટવડામાં વાડીમાં જમીનમાં દાટેલો દારૂનો જથ્થો ઝડપાયો છે  વાડીમાં કોઈને ખબર ન પડે તેમ બૂટલેગર દ્વારા વાડીમાં જે એરંડાનું વાવેતર કરવામાં આવ્યું છે તેજ વાડીમાં એરંડા ની સાથે સાથે દારૂની બોટલો પણ ખાડા ખોદિ સંતાવામા આવી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં જુદી જુદી બ્રાન્ડ નિ દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસ દ્વારા રૂપિયા ૮ હજારના દારૂ સાથે આરોપી બુટલેગર સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરાઇ છે

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ પી.આઈ એમ.આર સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.જી પનારા,યોગેશદાન ગઢવી ,બીપીન ભાઈ પરમાર ,મુમાભાઈ કલોત્રા સહિતનાઓએ તાલુકાના બુટવડા ગામે આરોપી ની વાડીએ રેડ કરતા વાડીમાં વાવેલા એરંડામાં ખોદકામ કરી તપાસ કરાવતા તેમાથી જુદી-જુદી બ્રાન્ડની ૮૦ દારૂની બોટલો મળી આવી હતી તેથી પોલીસ દ્વારા રૂપિયા ૮ હજારના દારૂ ને ઝડપી પાડી આરોપી વિપુલભાઈ ધીરુભાઈ ઠાકોર હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોંધી ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

(8:09 pm IST)