Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

૧૦૦ સંખ્યાથી ઓછી પ્રાથમિક શાળાનું વિલીનીકરણ માત્ર સમજ ફેર છે !

ચાર મુદ જોઇને મર્જ કરવા વિચારાશેઃ ટી.પી.ઓ.ને તપાસ સોંપાઇ

ખંભાળીયા તા. ૩૦: સમગ્ર રાજયના શિક્ષણ જગતમાં તથા વાલીઓમાં ભારે ચર્ચા જગાડનાર મુદે કે ૧૦૦થી ઓછી વિદ્યાર્થી સંખ્યા વાળી શાળાઓને નજીકની શાળામાં મર્જ કરીને તેનો સ્ટાફ સિનિયોરીટી પ્રમાણે મુકાશે તેમ માનતા સંદેશાઓ તથા સમાચારો છાપામાં તથા સોશ્યલ મીડીયામાં ફરવા માંડતા અટકળો તથા આ અંગે વાર્તાનો દોર વહેતો થયો ત્યારે સ્થિતિ તદ્દન એવી નથી.

દેવભૂમિ જિ. શિ. પ્રાથમિક શ્રી ભાવસિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ જાતિના સંદર્ભમાં તથા ર૦૧રમાં જ નિયમ લાવવામાં આવેલો તે મુજબ ત્રણ પ્રકારની શાળાઓ ૧ થી પ, ૧ થી ૮ અને ૬ થી ૮ છે તેના બદલે ૧ થી ૭ પણ ચાલે છે તથા કુલ ચાર મુદ્દાઓ અંગે રાજયમાં ટી.પી.ઓ. તાલુકા પ્રા. જિ. શિ.ને તપાસ સોંપવામાં આવી છે.

નજીકની શાળાનું ર કિ.મિ. સુધીનું અંતર, હાઇવે, નદી નાળા તથા વિદ્યાર્થી સંખ્યા તથા નજીકની શાળામાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની સંખ્યા ઉપલબ્ધ સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ કામગીરી અંગે તપાસ કરી રીપોર્ટ કરવાનું જણાવાયું છે જે પછી આગળ વિચારણા થશે.

દેવભૂમિ જિલ્લામાં ૧૦૦થી ઓછી સંખ્યા વાળી ૧૬૦ શાળાઓ છે!!

દેવભૂમિ જિલ્લામાં ૧૦૦ વિદ્યાર્થીઓથી ઓછી સંખ્યાવાળી ૧૬૦ શાળાઓ છે જે તમામને (ર) પ્રા. શાળા મર્જકરણ નજીકની પ્રાથમિક શાળામાં વિલીનીકરણ ના થાય પણ તમામ મુદ્દા જોઇને થશે.

કેમકે દ્વારકાના ટોળટ ગામે ર૪ વિદ્યાર્થીવાળી શાળા છે જે બંધ ના થાય કેમકે નજીકમાં ૪ કિ.મિ.માં કયાંય શાળા નથી.

જયાં વિદ્યાર્થી ઓછા અને શિક્ષકો વધુ છે તથા જયાં શિક્ષકો ઓછા વિદ્યાર્થી વધુ છે તેવા સ્થળોએ આ કામગીરી કરવામાં આવનાર છે જે શિક્ષણનો હેતુને છાત્રોની સ્થિતિ, સ્થાનિક બાબતોને ધ્યાનમાં લઇને કરવામાં આવશે.

(4:21 pm IST)