Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

તળાજાના કેરાળા ગામે વીજપ્રવાહ વધિજતા ઉપકરણો ખાક

ફ્રીઝ,ટી.વી.,લેમ્પ,પંખા,મોટરો સહિતનાં બળીજતા ગ્રામજનો સામુહિક રીતે વિજકચેરી ખાતે દોડી આવ્યા

તળાજા, તા. ૩૦ : તળાજા ના પીથલપુર ૬૬કે.વી નીચે આવતા કેરાળા ગામે આજે બપોરના સુમારે અચાનક જ વિલ પ્રવાહ વધી જતાં ગામમાં લગભગ દ્યેરદ્યેર વીજ ઉપકરણો બલી ને નક્કામાં થઈ ગયા હતા. જેના કારણે હજારો લાખો રૂપિયા નું નુકશાન વીજ વપરાશ કર્તા ને ગયેલ.જેને લઈ ગ્રામજનોએ સંગઠીત થઈ ને તળાજા દોડી આવી દ્યટતું કરવાની માંગ કરી હતી.

કેરાળા ગામના સરપંચ ગોરધનભાઇ ઢાપા ની આગેવાની માં આજે ગામના લોકો સંગઠિત થઈ રોષ ભર્યા તળાજા સ્થિત પીજીવીસીએલ ની કચેરી ખાતે દોડી આવ્યા હતા.

સરપંચ એ જણાવ્યું હતુંકે બપોર ના એક વાગ્યા બાદ અચાનકજ આખાયે ગામમ વિજલોડ વધી જતાં લગભગ દ્યેર દ્યેર ધડાધડ ઇલેકિટ્રક ઉપકરણો નેઙ્ગ નુકશાન થયુ હતું. ગામમાં કરેલા પ્રાથમિક સર્વે પ્રમાણે ફ્રીઝ ૬, ટીવી ૧૩, લેમ્પ ૨૫૦,પંખા ૧૩૫,સિંગલ ફેઈઝ મોટર ૭,વાયર કનેક્ષનો મળી લાખો રૂપિયા ના ઉપકરણ ને નુકસાન થવા પામેલ હતું.

(11:46 am IST)