Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

જૂનાગઢ જિલ્લાનો પાક વિમો મંજૂર : ખેડૂતોમાં ખુશી

જૂનાગઢ તા.૩૦ : ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક દ્વારા ખેડૂતોને સને ૨૦૧૭ના વર્ષ માટે ખરીફ મગફળી પાક તથા કપાસના પાક માટે કરવામાં આવેલ ધિરાણનો પાક વિમા સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.

ગત વર્ષના અપુરતા વરસાદને લીધે જે વિસ્તારમાં પાક નિષ્ફળ ગયો હતો. જેના કારણે ખેડુતો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. સરકારશ્રી દ્વારા પાક વિમો મંજૂર કર્યાની જાહેરાત થતા ખેડુતો ખુશ થઇ ગયેલ છે. ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.ના જૂનાગઢ જીલ્લાની ધિરાણ મેળવેલ ખેડૂતો માટે કુલ રૂ.૧૨૮ કરોડ જેવી માતબર રકમનો ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક મારફત થયેલ ધિરાણનો પાક વિમો મંજૂર થયેલ છે. જેમાં ભેંસાણ તાલુકાના ૧૮ ગામોના ૫૭૯૩ ખેડુતોને ૨૭.૫૦ કરોડ મગફળી પાકનો તેમજ ૨૭ ગામોના ૪૪૪૪ ખેડુતોને ૧૧.૮૫ કરોડ જેવો કપાસનો વિમો મંજૂર થયેલ છે. અને જૂનાગઢ તાલુકાના ૩૧ ગામોના ૨૭૧૩ ખેડુતોને ૧૦.૬૯ કરોડ, કેશોદ તાલુકાના ૪૪ ગામોને ૫૩૧૯ ખેડુતોને ૨૨.૪૧ કરોડ, માળીયા તાલુકાના ૪૭ ગામોને ૩૬૮૪ ખેડુતોને ૨૩.૨૭ કરોડ, માણાવદર તાલુકાના ૧૧ ગામોના ૬૮૦ ખેડુતોને ૧.૬૬ કરોડ, માંગરોળ તાલુકાના રર ગામોને ૧૨૬૫ ખેડુતોને ૪.૧૩ કરોડ, મેંદરડા તાલુકાના ૩૧ ગામોના ૨૮૩૫ ખેડુતોને ૧૩.૬૯ કરોડ, વંથલી તાલુકાના ૧૭ ગામોના ૧૩૯૮ ખેડુતો પ.૧૬ કરોડ તથા વિસાવદર તાલુકાના ૪૫ ગામોના ૨૦૬૫ ખેડુતોને ૮.૦૫ કરોડ જેવો મગફળી પાકનો વિમો મંજુર થયેલ. આમ જૂનાગઢ જીલ્લાના ૨૯૩ ગામના ૩૦૧૯૬ ખેડુતોનો રૂ.૧૨૮.૫૨ કરોડનો પાક વિમો મંજૂર થયેલ છે. આ વિમાની મંજૂર રકમ આજરોજ જે તે ખેડુતોના ખાતામાં જમા આપી દેવામાં આવેલ છે.

પાક વિમાની રકમ મંજર થતા બેંકના ચેરમેન એલ.ટી.રાજાણી, વાઇસ ચેરમેન મનુભાઇ ખુંટી, એમ.ડી. દિનેશભાઇ ખટારીયા, ધી ગુજરાત રાજય સહકારી બંેક લી.ના ડીરેકટર અને બેંકના પૂર્વ એમ.ડી અને સીનીયર ડીરેકટર ડોલરભાઇ કોટેચા તથા બોર્ડ ઓફ ડીરેકટર્સ તથા જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલએ વડાપ્રધાનના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી માન. કૃષિ મંત્રીશ્રીનો આભાર માનેલ છે.(૪૫.૪)

(12:19 pm IST)