Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

રાજસ્થાનના ઉદયપુરની ઘટના અંગે કચ્છમાં હિન્દુ સંગઠનોએ દર્શાવ્યો વિરોધ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦

 નૂપુર શર્માની પોસ્ટ મુદ્દે રાજસ્થાનના ઉદયપુરમાં કટ્ટરવાદી શખ્સો દ્વારા દરજીની કરાયેલ હત્યાના મામલે કચ્છમાં પણ વિરોધ વ્યક્ત કરાયો છે. ભુજમાં બજરંગ દળ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરાયો હતો. તો રાપરમાં હિન્દુ સંગઠન દ્વારા મહંત દેવનાથબાપુની ઉપસ્થિતિમાં હિન્દુ અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો હતો. રાપરમાં આરોપીઓના પુતળાનુ દહન કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદી પ્રવૃતિ અને કટ્ટરવાદીઓ વિરૂદ્ધ આકરા પગલાં ભરવા માંગણી કરાઇ છે.

(12:48 pm IST)