Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ગોંડલનાં જામવાડીમાં કોરોના પોઝીટીવ : ગોંડલ પંથકમાં કુલ 18 કેસ નોંધાયા

જશદણ ખાતે જીઇબી માં હેલ્પર તરીકે ફરજ બજાવતા હોય ત્યાંથી સંક્રમિત થયાની શકયતા : બ્લોક હેલ્થ ઓફિસર ડો,ગોયલ

ગોંડલ પંથકમાં કોરોના બેકાબુ બનવાં પામ્યો છે.આજે જામવાડીમા એક વ્યક્તિને કોરોના પોઝીટીવ બહાર આવતાં અત્યાર સુધીમાં ગોંડલ પંથકમાં કોરોના પોઝીટીવ 18 કેસ નોંધાયા છે.

જામવાડી રહેતાં જયંતિભાઇ બચુભાઈ મકવાણા( ઉ.44 )ની તબીયત બગડતાં મેડીકલ ચેકઅપ દરમ્યાન કોરોના પોઝીટીવ બહાર આવતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં જ્યારે તેમનાં માતા પિતા સહીત ચાર વ્યક્તિ ને કોરોન્ટાઇન કરાયાં હતાં.

  બ્લોક હેલ્થ ઓફીસર ડો.ગોયલ નાં જણાંવ્યા મુજબ જયંતિભાઇ જશદણ ખાતે જીઇબી માં હેલ્પર તરીકે ફરજ બજાવે છે.જશદણમાં પોઝીટીવ કેસ આવ્યો હોય સંક્રમીત બન્યાં હોવાની સંભાવના છે.ગોંડલ માં દિવસે ને દિવસે કોરોના વિકરાળ બની રહ્યો છે.

(8:51 pm IST)