Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જુનાગઢમાં વધુ ૬ ને કોરોના

કુલ કેસ ૮૯: અત્યાર સુધીમાં ૩ ના મોત

જુનાગઢ તા. ૩૦ :.. જુનાગઢમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે અને આજે વધુ ૬ કેસ આવતા કુલ પોઝીટીવ કેસ ૮૯ થયા છે.  અત્યાર સુધીમાં ૩નો ભોગ લેવાયો છે.

જુનાગઢ શહેરમાં આજે વધુ નવા છ કોરોના પોઝીટીવ આવેલ છે તેમા ૬૭ વર્ષિય પુરૂષ વૃન્દાવન સોસાયટી મધુરમ, પ૦ વર્ષિય પુરૂષ બી-ર૦૪ શ્યામ એપાર્ટમેન્ટ અશ્વિનીનગર જોષીપરા, ર૯ વર્ષિય મહિલા શ્રીનાથનગર, ૬૦ વર્ષિય મહિલા સુભાષનગર જોષીપરા, ૬ર વર્ષિય પુરૂષ નીલ માધવ એપાર્ટમેન્ટ પ૦ર જોષીપરા, ર૧ વર્ષિય યુવતી ખાનગી હોસ્પિટલનો સમાવેશ થાય છે.

(3:58 pm IST)