Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ઝાલાવાડમાં કોરોનાના કુલ ૧૩૯ કેસ : અનેક વિસ્તારોમાં પ્રવેશબંધી

તંત્ર દ્વારા સેનેટાઇઝ સહિત જુદી - જુદી દવાઓનો છંટકાવ : મેડિકલ ચેકઅપ

વઢવાણ તા. ૩૦ : સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે પ્રશાસન વિભાગ ફરી એક વખત ચિંતામાં મૂકાયાં છે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે અને રોજ બરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસોમાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે ગઇકાલે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ ના ૧૪ કેસોઙ્ગ એકસાથે નોંધાતા જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વેપારીઓ દ્વારા ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાની બજારો કોરોના સંક્રમણ વધવાના કારણે સ્વેચ્છિક પણે બે વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને એસોસિએશન દ્વારા પણ આ બાબતની જાહેરાતો કરવામાં આવી છે તેને સતત સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલ કોરોના સંક્રમણના ખતરાના પગલે ફરી એક વખત પ્રશાસન વિભાગ મેદાનમાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કે જયાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે તે વિસ્તારને covid-19 તરીકેનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે અને ત્યાં બફર ઝોનના અનેક વિસ્તારોને સમાવી લેવામાં આવ્યા છે અને હાલમાં જયાં જે શેરીઓમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે તે શેરીઓમાં અને તે સોસાયટીમાં સેનેટાઈઝર સહિતનો છટકાવ કરીને ત્યાં બહારના લોકોને પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો નથી.

આગામી સમયમાં લોકો પણ આ બાબતે સાવચેત બનીને કોરોના સંક્રમણના ભોગથી બચે તેવું પણ હાલમાં પ્રશાસન વિભાગ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે ખાસ કરી હવે વધુ છૂટછાટના પગલે જિલ્લામાં વધુ કોરોનાવાયરસના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે અને તેમ કહી શકાય કે જિલ્લામાં કોરોના સંક્રમણનો એક પ્રકારે બોંબ ફૂટી રહ્યો છે.

જિલ્લામાં અલગ અલગ સ્થળે પ્રશાસન વિભાગ દ્વારા સેનેટાઈઝર સહિતની દવાનો છટકાવ નો પ્રારંભ કરવામાં આવ્યો છે અને લોકોને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

(12:47 pm IST)