Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ગોંડલના વીંઝીવડ ગામે પાણી ઢોળવા બાબતે મારામારીઃ સામસામી ફરીયાદ

દેવચડી ગામે દુકાનદાર નિલેશ ચાંડપ્પાને ઉઘરાણી પ્રશ્ને ધમકી આપીઃ ગોંડલના વ્યાજખોર રમેશ ગમારા સામે એટ્રોસીટી સહીતની કલમો તળે ગુન્હો નોંધાયો

રાજકટ, તા., ૩૦: ગોંડલના વિંઝીવડ ગામે પાણી ઢોળવા બાબતે મારામારી થતા પોલીસમાં સામસામી ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના વિંઝીવડ ગામે રહેતા પાયલ બેન જગદીશભાઇ પરમાર તથા તેની માતાને ત્યાં જ રહેતા નાનજી દેશાભાઇ પરમાર, વિજય નાનજીભાઇ પરમાર તથા નીતીન નાનજીભાઇ પરમારે લાકડાથી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. બંન્ને માતા-પુત્રી વાડીએથી પોતાના ઘરે આવતા હતા ત્યારે ઉકત શખ્સો બીજા પાડોશી સાથે પાણી ઢોળવા બાબતે બોલાચાલી કરતા હોય ઝઘડો કરવાનું ન કહેતા ઉકત ત્રણેયે માતા-પુત્રીને માર માર્યો હતો. આ અંગે ત્રણેય શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરીયાદ થઇ છે. સામા પક્ષે નાનજીભાઇ પરમાર, દિનેશ મેઘાભાઇ પરમાર, શાંતુબેન જગદીશભાઇ પરમાર, જગદીશ બધાભાઇ પરમાર તથા રસેશ જગદીશભાઇ પરમાર સામે તેને તથા અન્યોને લાકડીની માર મારી  ફરીયાદ નોંધાવતા બંન્ને ફરીયાદો અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ગોંડલમાં દેવચડી ગામે  દુકાનદાર નિલેશ ઉર્ફે અનિલ ખીમજીભાઇ ચાંડપ્પાને ગોંડલના રામ ફાયનાન્સવાળા રમેશ ઉર્ફે રામો હરીભાઇ ગમારા (રહે. ડૈયા)એ રૂપીયાની ઉઘરાણી પ્રશ્ને ફોનમાં ગાળો આપી જાતી પ્રત્યે અપમાનીત કરતા તાલુકા પોલીસમાં ફરીયાદ થઇ છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ નિલેશે રમેશ પાસેથી ૧૦ હજાર વયાજે લીધેલ હોય જે પૈકી ૩૦૦૦ ચુકવી દીધેલ અને બાકીના રૂપીયા ચુકવવામાં મોડુ થતા ઉકત શખ્સે ગામમાં આવી નિલેશને ગાળો આપી, જાતી પ્રત્યે અપમાનીત કર્યો હતો. આ અંગે રમેશ ગમારા સામે ફરીયાદ થતા એસસી, એસટી સેલના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)