Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ધોરાજીના મ્યુઝીક લવર્સ ધર્મેન્દ્ર બાબરીયા પાસે ગ્રામોફોન-વાલ્વવાળા રેડીયો તાવડી રેકર્ડનો ખજાનો !!

નવરાશની પળોમાં આજે પણ મિત્રો સાથે જુના ગીતો સાંભળવાનો લ્હાવો લે છે

ધોરાજી,તા.૨૯: ધોરાજી વર્ષા પહેલા જે રાજ્યોમાં લાઇટો ન હતી એ સમયમાં લોકો મનોરંજન માટે ગ્રામોફોનનો ઉપયોગ કરતા અને ગ્રામોફોન વગાડવા માટે લાઇટની જરૂર ન હોતી તેામાં ચાવી મારવાથી વાગે છે. અને તેવા ૨ ગ્રામફોન ચાવી વાળા અને જુના ગીતો, ગઝલો, મહાપુરૂષોના ભાષણો, ગુજરાતી ગીતોની એ સમયની એલ.પી. જે ૭,૧૦ અને ૧૨ ઇંચની આવતી અને તે ચીનાઇ માટીની બનેલ હોય છે.

એ સમયે લાઇટોથી ચાલતા રેડીયા અને આધુનિક બન્ને સાથે ચાલે તેવા જેમાં એક સાથે ૭ તાવડી (ડીશ) બેસી જાય એક પુરી થાય ત્યારે બીજી ચાલુ થાય અને તે સમયમાં ફિલીપ્સ હોલેન્ડની બધી ચીજવસ્તુઓ આવતી અને મેઇડ ઇન જાપાની ચીજવસ્તુ આવતી ન હોતી.

 એ સમયે રેડીયો વગાડવા માટે એન્ટેના રાખવું પડતુ અને રેડીયાના વપરાશ માટે લાઇસન્સ લેવા પડતા.

ધોરાજીમાં લગભગ રાજા સાહીથી લાઇટો છે. અને ગ્રામફોન બાદ લાઇટોથી ચાલતા ચાલતા વાલ્વવાળા રેડીયો વીથ ગ્રામફોનનો બાદ અવાજ એ જમાનાના ફિલીપ્સના સ્પીકરમાં જુના ગીતો અને દર બુધવારે બીનાકા ગીત માલા અને ગુજરાતી કાર્યક્રમ નાટકો અને ગામનો ચોરો સાંભળવા લોકોને ગમતા હતો.

અત્યારે ડિઝીટલ યુગ આવતા આવા જુના ગ્રામફોન અને વાલ્વવાળા રેડીયાઓ સાચવવા અને તેનું જતન કરવું મુશ્કિેલ છે. ત્યારે ધોરાજીના ધર્મેન્દ્ર બાબરીયાએ ગ્રામફોન અને રેડીયા અને ૫૦૦૦ જેટલી દુર્લભ તાવડી રેકોર્ડનો ખજાનો સાચવેલ છે.આજે પણ એ સમયના ગીતો વગાડી મીત્રોને સંભળાવે છે. ધર્મેન્દ્ર બાબરીયાને આજે પણ જુની એન્ટેક વસ્તુઓ પ્રત્યે ભારે લગાવ છે.

(11:36 am IST)