Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

સેલવાસના વાસોણા નજીક પેટ્રોલ પમ્પમાં લૂંટારુઓ ત્રાટક્યા :તીક્ષણ હથીયારોથી હુમલો :એક કર્મચારીનું મોત ;બેને ઇજા

 

ફોટો selvas

સેલવાસના વાસોણા નજીક આવેલા પેટ્રોલ પંપ પર મોડી રાત્રે બાઈક લઈને આવેલા 2 લૂટારૂઓએ ખૂની ખેલ ખેલ્યો હતો. લૂંટારૂએ બાઈકમાં પેટ્રોલ પૂરાવાના બહાને બબાલ કરી હતી તેમજ પેટ્રોલ પંપના કર્મચારી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. જ્યારે બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટમાં ખસેડાયા હતા.

(9:40 pm IST)