Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

જેતપુરમાં સલીમ શેખ પર તલવારથી ખૂની હુમલો

પાણી પ્રશ્ને થયેલ ઝઘડાનો ખાર રાખી ભલુ કોળી સહિત પ શખ્સો તૂટી પડયા

જેતપુર, તા.૩૦:  જેતપુરના બળદેવધાર વિસ્તારમાં પાણી પ્રશ્ને થયેલ ઝઘડાનો ખાર રાખી મુસ્લીમ યુવાન પર પ શખ્સોએ ખૂની હુમલો કર્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસારે અત્રેના નવાગઢ બળદેવ ધાર વિસ્તારમાં આવેલ સરકારી સ્કુલ પાસે રહેતા સલીમભાઇ હુશેનભાઇ શેખની ભત્રીજી તેમજ ભાણેજ ચાર દિવસ પહેલા પાણી ભરવા માટે તેમના ઘર પાસે આવેલ સાર્વજનિક ડીપવેલમાં નળી ભરાવેલ હોય તેઓ પાણી ભરતા હતા તે દરમ્યાન તેના ઘર પાસે રહેતો ભલુ કોળી નામનો શખ્સ પાણીની નળી લઇ જતા પાણી ભરવા બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થયેલ હતી.

આ બાબતે સલીમભાઇના મોટાભાઇ અને ભાણેજ મોહસીન ગત રાત્રીના સમાધાન કરવા ગયેલ ત્યારે ભલુ કોળી તેના કાકાનો દિકરો તેના સગાવાલા તેમજ બે અજાણ્યા શખ્સો ઉભા હોય તેમણે અગાઉની બાબતનો ખાર રાખી બોલાચાલી કરી મોહશીનને ઢીકાપાટુનો મુંઢ માર મારતા તેને બચાવવા સલીમભાઇ વચ્ચે પડતા તેની ઉપર તલવાર વડે ઘાતકી હુમલો કરતા તેમજ લાકડાના ધોકા વડે માર મારતા સલીમભાઇ લોહી લોહાણ થઇ ગયેલ તેને સારવાર અર્થે હોસ્પિીટલે ખસેડેલ, માથામાં થયેલ ઇજા ગંભીર હોય વધુ સારવાર માટે રીફર કરેલ પોલીસે તેની ફરીયાદ પરથી ભલુ કોળી, સહીત પ શખ્સો વિરૂધ્ધ i p.c. ૩૦૯, ૩૨૩, ૧૧૪, ૩૭,૧૩૫, મુજબ ગુન્હો નોંધી નાસી છુટેલ તમામ આરોપીઓને પકડી પાડવા સીટી પી.આઇ. એમ એન. રાણાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:07 pm IST)