Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

ધોરાજીમાં પવન સાથે દોઢ ઇંચ વરસાદઃ વૃક્ષ ધરાશાયી થતા કેબીન દબાઇ

(કિશોર રાઠોડ-ધમેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા.૩૦ : ધોરાજી ખાતે ગઈકાલે સવારથી ભારે ઉકળાટ અને બફારા વચ્‍ચે બપોર બાદ ચાર વાગ્‍યાથી વાતવરણ પલટાયું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ગોરંભાયા અને વીજળીના ચમકારા સાથે ભારે ગતિએ પવન ફૂંકાયો હતો.

વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. ભારે પવન અને વરસાદને કારણે અમૂક જગ્‍યા પર વળક્ષ ધસી પડ્‍યાની ઘટના બની હતી. રાયડી ગામ પાસે રોડ પર વળક્ષ પડતા સરકારી તંત્ર દ્વારા ઝાડ હટાવવાની કામગીરી કરવામા આવી હતી.

ધોરાજી પંથકમા એક કલાક દરમિયાન ભારે પવન સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ધોરાજી શહેરમાં ભારે પવનને વરસાદને કારણે વળક્ષ ધરાશાયિત થવાના બનાવો ૧૦ થી વધુ જગ્‍યાએ થયા હતા. જેમાં જુનાગઢ રોડ એ જડ કનેરિયા હાઇસ્‍કુલ ચોક પાસે થઈ જતા કેબિન ઉપર પડતા કેબીન દબોચાઈ ગઈ હતી સદભાગી કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ વાહન વ્‍યવહાર ઠપ થઈ ગયો હતો.

એ જ રીતે ઉપલેટા રોડ ઉપર વળક્ષ ધરાશે તથા ત્‍યાં પણ વાહન વ્‍યવહાર થપ થઈ ગયો હતો . આ પ્રકારે શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં વસ્‍તી વધુ વળક્ષો ધરાશાય થયાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.

(12:54 pm IST)