Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

જુનાગઢ સંહિતા મહિલા મંડળનાં પ્રમુખ વિણાબેન પંડયાએ કોરોના જાગૃતિ માટે વિડીયો બનાવ્યો

જુનાગઢ તા. ૩૦ : જુનાગઢની સેવાભાવી સંસ્થાશ્રી સંહિતા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિણાબેન એસ.પંડયા દ્વારા ડિમ્પલ પંડયા સહિત મહિલા મંડળના બહેનો દ્વારા કોરોના વાઇરસ સામે લડવા જનજાગૃતિ અર્થે યુટયુબમાં વિડીયો બનાવાવમાં આવેલ છે.

હાલમાં દેશમાં કોરોના મહામારી ફેલાય છે. ત્યારે આપણે જ આપણી સાવચેતી સુરક્ષા કેમ જાળવવી તે અંગે માર્ગદર્શન અપાયુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મુ.મંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રશાસન આ કોરોના મહામારીના યોધ્ધા તરીકે લડવા માટે હાકલ કરે છે. આ યુધ્ધમાં આપણા હથિયાર એટલે આપણી કોરોના સામે નિયમોની જાળવણી એજ સાવચેતી વિણાબેન પંડયાએ જણાવ્યું હતું કે હું પણ કોરોના વોરિયર છું નો યુટયુબ વિડીયો બનાવ્યો છે જેનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વિડીયો નિહાળવા માટે યુટયુબ ઉપર જઇ veena pandaya  સર્ચ કરવાથી જોઇ શકશો તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

(2:33 pm IST)