Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

પોરબંદર નગરપાલિકા જનરલ બોર્ડમાં આગામી જન્માષ્ટમી મેળા મંજુરીની માંગણી સામે વિરોધ

પાલીકાના સદસ્ય ચેતનાબેન તિવારીએ કોરોનાની મહામારીને લીધે સમયની રાહ જોવા જણાવેલ

પોરબંદર,તા.૩૦: નગરપાલિકા જનરલ બોર્ડની મીટીંગમાં આગામી શ્રાવણ માસમમાં જન્માષ્ટમી મેળાના આયોજન માટે રૂ.૬૦ લાખની મંજુરીની માંગણી કરતા તે સામે વિરોધ ઉઠ્યો છે. કોરોના મહામારીની ગંભીરતા જાણ્યા વિના જન્માષ્ટમી મેળા આયોજન યોગ્ય નહીં હોવાનું લોકો રોષ પૂર્વક જણાવી રહ્યા છે. જનરલ બોર્ડમાં ઉપસ્થિત સભ્યોએ માસ્ક પહેરલા હતા. પરંતુ સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવતા ગણગણાટ થયો હતો.

નગરપાલિકાની જનરલ સભા નગરપાલિકાના સભા ખંડમાં મધ્યાન સમયે મળેલ હતી. ૪૪ નગરસેવકોની જનરલ બોડી ધરાવે છે.અને આ સભ્યો પૈકી ૧૮ સભ્યો વિરોધ પક્ષ સહિત ના મીટીંગ માં હાજર રહેલ નહીં. આ જનરલ સભા નગરપાલિકાના વર્તમાન પ્રમૂખ અશોકભાઇ ભદ્રેચાના પ્રમુખ સ્થાનેથી મળેલી ૮૪ આઈટમ નો અજેંડા હતો તે પૈકી એક અજેંડાં આગામી ૨ માસ પછી આવનાર શ્રાવણ માસઙ્ગઙ્ગ દરમિયાનઙ્ગ શીતળા સાતમ અને જન્માષ્ટમીના લોક મેળાના આયોજન કરવા સબંધે તેમજ તેના ખર્ચ મંજૂર કરવા રૂપિયા ૬૦ લાખ ની માંગણી કરવામાં આવેલ અને ચર્ચા વિચારણા માટે અને મંજૂરી માટે સમાવેશ કરાયેલ.

હાલ કોરોના વાયરસ એ વિશ્વ વ્યાપી અજગર ભરડો લીધો છે, સરેરાશ મૃત્યુ ૩૦/૩૫ નોંધાય છે.ભારત માં મહામારી કોરોના વાયરસ ની બાકાત નથી. અને ગુજરાત રાજય સૌ થી વધુ કોરોના કેસ અને મૃત્યુ ના કેસ વધે છે.ે

આગામી શ્રાવણ માસમાં જોતા શીતળા સાતમ અને જન્માષ્ટમી લોક મેળા ના આયોજન ની મંજૂરી આપી શકાય નહીં. જયારે જિલ્લા વહીવટી અધિકારી એ આવી મંજૂરી લોક મેળાની નહિ આપવા લોકોનું આરોગ્ય જળવાઈ રહેલ તેમજ સોશ્યલ ડિસ્ટન્સ હજારો લોકો આ મેળા માં એકત્રિત કરતા હોય અને બહારથી આવતા સેંકડો લોકો પણ બહારથી આવતા હોય અને કોરોના વાયરસની અસર થાય નહીંને વ્યવસ્થા જાળવી પણ મુશ્કેલ બને અને સમગ્ર હકીકત ની જિલ્લા વહીવટી તંત્ર એ ગંભીર નોંધ લઈ લોક મેળાની મંજૂરી આપવી ન જોઇએ. તેમ વિરોધ પક્ષના જીતેન્દ્રભાઇએ જણાવેલ હતું.

 નગરપાલિકાના  ભાજપના અગ્રણી સદસ્યા ચેતના બેન તિવારી એ પણ સમયની રાહ  જોવા જણાવેલ હતું તેવું જનરલ બોર્ડની મીટીંગ માં નગરસેવકો એ માસ્ક પેહરેલા પરંતુ સોશ્યલ ડિસ્ટન્સ જળવાયેલ નથી. તેવી સામે  ગણગણાટ થયેલ હતો.(

(1:02 pm IST)