Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

વિરનગરથી પત્નિ સાથે ઝઘડો કરીને અમદાવાદ જતા રહેલ પતિને કોરોના પોઝિટીવ આવતા ૧૪૧ વ્યકિતઓ કન્ટેનમેન્ટ ઝોનમાં

 આટકોટ, તા. ૩૦ :  જસદણમાં વિરનગર ગામે મુળ વિરનગરનાં અને લોકડાઉન પહેલા પત્નિ સાથે ઝગડો કરી અમદાવાદ જતા રહેલા પુંજાભાઇ નારણભાઇ સોલંકી (ઉ.વ.પપ)ને ગઇકાલે કોરોના પોઝિટીવ આવતા નાનકડા વિરનગર ગામે ભય પ્રસરી ગયો છે.

મુળ વિરનગર ગામના રહીશ પંુજાભાઇ સોલંકીના પુત્રો અમદાવાદ રહી કામ કરતા હતા લોકડાઉન પહેલા કોઇ કારણોસર પુંજાભાઇને પત્નિ સાથે ઝગડો થતા તેમના પત્નિએ પોલીસમાં જાણ કરતા પુંજાભાઇની પોલીસે ધરપકડ પણ કરી હતી બાદમાં તેઓ પણ અમદાવાદ પુત્રો પાસે કામ કરવા જતા રહ્યા હતા અને અમદાવાદ નાનુ મોટુ કામ કરી પેટીયુ રળતા હતાં.

અમદાવાદ લોકડાઉન થઇ જતા ત્યાં કંઇ કામ મળતુ નહોતુ અને થોડા દિવસ પાસે હતા એ પૈસા પણ ખુટી જતા વિરનગરથી તેમના પત્નિએ પૈસા મોકલતા અમદાવાદથી ખાનગી કારમાં પુત્રો સાથે પુંજાભાઇ પરત વિરનગર આવી ગયા હતા આ દરમિયાન સરપંચ પરેશ રાદડીયાએ તંત્રને જાણ કરતાં તંત્ર દ્વારા તેમને હોમ કોરોન્ટાઇન કરી દીધા હતાં. આમ છતાં તેઓ બહાર નીકળતા હોય સરપંચે તેમને ઘરમાં રહેવા તાકીદ કરી હતી.

બે દિવસ પહેલા તેમને તાવ જેવું જણાતાં આટકોટ આરોગ્ય કેન્દ્ર દ્વારા તેમના સેમ્પલ લેવાયા હતા જેમાં કુલ ર૭ સેમ્પલ જસદણ-વિંછીયા વિસ્તારના લેવાયા હતા જે બધા રિપોર્ટ નેગેટીવ હોવાનું ગઇકાલે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ એમાંથી પુંજાભાઇનો રીપોર્ટ મોડી સાંજે પોઝિટીવ આવતા તંત્ર દ્વારા એવો ખુલાસો કરાયો હતો કે પુંજાભાઇનો રીપોર્ટ શંકાસ્પદ હતો જેથી ફરી રીપોર્ટ કરતાં પોઝિટીવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે વિરનગરના સરપંચ પરેશ રાદડીયાએ અથાક મહેનત કરી બહારની કોઇ વ્યકિતને વિરનગર આવવા જ નહોતી દીધી અને આવેલાને પરત વળાવી દીધા હતા પરંતુ પુંજાભાઇ વિરનગરના જ રહેવાસી હોય આવવા દેતા ગામમાં ભય પ્રસરી ગયો છે.

પુંજાભાઇ રહે છે તે વિસ્તારમાં રહેતા ર૬ પરિવારોના કુલ ૧૪૧ વ્યકિતઓને હાલ કન્ટેન્મેન્ટ ઝોનમાં રાખી દેવાયા છે.

હાલ જસદણમાં એક, આટકોટમાં ત્રણ, જંગવડ એક અને વિરનગરમાં એક દર્દી મળી તાલુકામાં ૬ કોરોનાનાં દર્દી થયા છે.

(11:40 am IST)