Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કાજલી યાર્ડમાં અડદ-મગ-તલની ધુમ આવક

 પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડની અંદર અત્યારે જણસોની જોરદાર આવક થઇ રહેલ છે અને યાર્ડ ઉનાળુ પાકોથી છલકાયલ છે અત્યારે ઉનાળુ પોકામાં અડદ, મગ, તલ, મગફળી, ચણા, ધાણા, બાજરી, રાય, મેથી,  ચોળી સહિતનાં પાકોની મબલક આવકો થઇ રહેલ છે. અને આ તમામ જણસોના સારા ભાવોન કારણે ખેડૂતો પણ ખુશ જણાઇ રહેલ છે. આ જણસોના ભાવોમાં અડદનાં ૧ર૪૦ થી ૧૩૧૪, મગના ૧ર૦૧ થી ૧૪૧૦, ચણાના ૭૦૪ થી ૭૬૦, ધાણના ૯૦૧ થી ૯૭૩, બાજરો ર૮૦ થી ૩પ૦, રાયના ૭૦૧ થી ૭૮૦, મેથીનાં ૬પ૧ થી ૮૦૦, ચોળીના ૧૧૦૧ થી ૧૩૦ર, તલના ૧પ૮પ થી ૧૬રપ, મગફળીનાં ૯૪પ થી ૧૧૪ર ઘઉંના ૩૩૦ થી ૩૭પ જેવા ભાવો મળી રહેલ છે. તેમજ સાંજના સમયે મરચા, મગફળીના વોરા, સહિતનાં શાાકભાજીની આવક થઇ રહેલ છે આમ આખો દિવસ યાર્ડમાં માલની આવકો થઇ રહેલ છે. માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ  પરમાર સતત યાર્ડમાં હાજરી અને દેખરેખને કારણે ખેડૂતો અને વેપારીઓને કોઇ જાતની મુશ્કેલી પડતી નથી અને ખેડૂતોનાં માલ-સામાનનો બગાડ થયા વગર સારી રીતે તોલમાપને કારણે માલનો બગાડ થતો નથી અને સારા ભાવો મળી રહેલ છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(11:39 am IST)