Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કાલે સુરેન્દ્રનગર સહિત ગુજરાતના ૧.૫૦ લાખ ખેડૂતોનું ડીજીટલ આંદોલન

સરકારે સમયસર પાક વિમા ન ચુકવતા આખરે લોકડાઉન વચ્ચે : જિલ્લા તાલુકા મથકે અલગ અલગ સમયે ખેડૂત આગેવાનો ડીઝીટલ માધ્યમથી ખેડૂતોને સંબોધી આગળની રણનીતિ માટે માર્ગદર્શન આપશે

વઢવાણ તા. ૩૦ : સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે ખેડૂતો માટે ખુબ માઠું વરસ જવા પામ્યું છે. આ વર્ષે જિલ્લાના ખેડૂતોની ચોમાસા દરમ્યાન જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાકોને ભારે એવું નુકસાન થવા પામ્યું હતું ત્યારે જિલ્લામાં કુલ ટોટલ ૧૫૦% કરતાં વધુ વરસાદ પડતાં જિલ્લાના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે વધુ વરસાદના પગલે જિલ્લાના ખેતરો પણ પાણીમાં ગરકાવ બન્યા હતા જેના કારણે ખેડૂતોની ચોમાસા દરમિયાનની સિઝન અત્યંત નિષ્ફળ જવા પામી હતી.

શિયાળાની ઋતુ દરમિયાન પણ કમોસમી વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ઉભા પાકો અને તૈયાર થઈ ગયેલા પાકો ઉપર કમોસમી વરસાદ અને ઝાપટા પડતાં તૈયાર થયેલ પાકોને પણ ભારે નુકસાન થયું હતું જેના કારણે જો આ પાકમાં મગફળી કપાસ અને અન્ય તલ રોકડિયા પાકોનું જિલ્લામાં શિયાળાની ઋતુ દરમિયાન જિલ્લાના ખેડૂતો સારું એવું ઉત્પાદન લે છે ત્યારે કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકો જિલ્લાના ખેડૂતો માટે નિષ્ફળ નીવડ્યો હતો.

ખેડૂતો પોતાના ઉભા પાકનો વિમો ઉતરાવી અને જો આ પાક નિષ્ફળ જાય તો વળતર મેળવવાના હકદાર બને છે. સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના ખેડૂતો પોતાના પાકોના વીમા ઉતરાવી અને જો નિષ્ફળ પાક જાય તો તેમાંથી થોડી એવી પણ આવક વીમા પેટે ઉપજી શકે તે હેતુથી પોતાના ખેતરોમાં ઉભા પાકોનો વીમો ઉતરાવે છે.

જિલ્લાના ખેડૂતોના શિયાળુ અને ચોમાસા દરમિયાન પાકો ના નુકશાનના પગલે સુરેન્દ્રનગર જિલ્લાને અસરગ્રસ્ત પણ જાહેર કરવામાં આવ્યો હતો અને જિલ્લાના ખેડૂતોના ઉભા પાક નિષ્ફળ જવાના કારણે સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો તમામ પ્રક્રિયા બાદ પણ જિલ્લાના ખેડૂતોને પાક વીમો ન મળતા જિલ્લાના ખેડૂતોમાં એક પ્રકારનો માહોલ સર્જાવા પામ્યો છે.

આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે પણ જિલ્લાના ખેડૂતોએ અનેક વખત આવેદનપત્ર આપી અને ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે તે છતાં પણ હજુ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના અને સમગ્ર ગુજરાતના અમુક ખેડૂતોને પોતાના ઉભા પાક નિષ્ફળ ગયા હોવા છતાં પણ પાકવીમો ચુકવવામાં આવ્યો નથી જેના કારણે ખેડૂતો દેવાદાર બનતા જઈ રહ્યા છે.

હજુ પણ સરકાર ખેડુતોને પાક વિમો ચૂકવવા માટે આગળ આવી રહી નથી ત્યારે આ કોરોનાની મહામારી વચ્ચે અને આર્થિક કટોકટીના સમયમાં ખેડૂતોને પણ નાણાંની ખૂબ જરૂર યાદ છે અને આગામી સમયમાં ચોમાસા દરમિયાન વાવણી માટે બિયારણનો ખર્ચ થી માંડીને અન્ય ખર્ચો જેવો કે ખાતર બિયારણ અને ખેતી વિષયક ઓજારો લાવવા માટે ખેડૂતોને નાણાંની ખૂબ અને અત્યંત જરૂર છે.

કયારે આવા કપરા સમયે આર્થિક કટોકટી વચ્ચે સરકાર દ્વારા પાક વીમો ખેડૂતોને ન ચૂકવવામાં આવતા ખેડૂતો એક પ્રકારનો માહોલ સર્જાયો છે ત્યારે ખેડૂતો દ્વારા સરકાર સામે લોકડાઉન વચ્ચે અનોખો વિરોધ નોંધાવવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પાક વીમા બાબતે અનેક વખત સરકારને રજૂઆત પણ કરી છે અને હવે તો આંદોલનની પણ શરૂઆત કરવામાં આવી છે.(૨૧.૧૮)

કાલે સમગ્ર ગુજરાતના ૧.૫૦ લાખ ખેડૂતો પાક વીમાની માગ કરશે

સુરેન્દ્રનગર : ખેડૂતોને આ વર્ષે અત્યંત આર્થિક રીતે ખરાબ રહ્યું છે કમોસમી વરસાદ અને ખરાબ વાતાવરણના કારણે ગુજરાતમાં અને ખેડૂતોની ખેતી નિષ્ફળ નીવડી છે. ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે ગત વર્ષે કોઈ પણ જાતનો લાભ નહિ થતા ખેડૂતો ઉપર દેણનો બોજ વધી જતા આર્થિક રીતે ખેડૂતો પડી ભાંગ્યા છે.

ઉપરાંત સરકાર દ્વારા પણ કોઈપણ જાતની સહાય સુધીમાં પાક વીમા પેટે ચૂકવવામાં આવી નથી ત્યારે ખેડૂતોમાં રોષનો માહોલ સર્જાયો છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે સરકાર સામે પાક વિમાના વિરોધ અને તાત્કાલિક ધોરણે પાક વીમા ચૂકવવા માટે ગુજરાતના ખેડૂતો દ્વારા ડિજિટલ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.ગઈકાલે ગુજરાતના ૧.૫૦ લાખ ખેડૂતો ડિજિટલ આંદોલનમાં જોડાશે અને ખેડૂત આગેવાનો નું સંબોધન પણ કરવામાં આવશે.

(11:28 am IST)