Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

વેરાવળમાં મચ્છી ખાધા બાદ શ્રમિકનું મોતઃ ૪ ગંભીર

જીઆઈડીસીમાં કામ કરીને ઘરે ફર્યા બાદ ભોજનમાં ઝેરી અસર થઈ'તી

વેરાવળ, તા. ૩૦ :. ગીર સોમનાથના વેરાવળ જીઆઈડીસીમાં મચ્છી ખાધા બાદ એક શ્રમિકનું ઝેરી અસરથી મોત થયુ હતુ જ્યારે ૪ને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડેલ છે.

વેરાવળના જીઆઈડીસીમાં મચ્છીની ફેકટરીમાં પરપ્રાંતિય શ્રમિકો કમલેશ પાસવાન, નંદકિશોર રામ, હાસાનંદશા, યોગેન્દ્રકુમાર પાસવાન, મિથુનકુમાર ગુપ્તા કોન્ટ્રાકટર બેઈઝ ઉપર કામ કરી રહ્યા છે.

જેઓ કાલે ફેકટરીએથી પરત ફર્યા બાદ ઘરે મચ્છીનો ખોરાક બનાવીને ભોજન કર્યુ હતું. જેમા ઝેરી અસરથી કમલેશ પાસવાન (ઉ.વ.૨૩)નું મોત થયુ છે, જ્યારે અન્ય ૪ શ્રમિકોને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડેલ છે. જાણવા મળતી વિગત મુજબ સસ્તી મચ્છી ખરીદીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવાથી આ બનાવ બન્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.

(11:25 am IST)