Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ભુજ-દાદર વચ્ચેની એક્સપ્રેસ ટ્રેનના ગાર્ડનો મૃતદેહ ભચાઉ - ગાંધીધામ રેલવે ટ્રેક પરથી મળતા ચકચાર

ધક્કો મારી ટ્રેનમાંથી બહાર ફેંકીદેવાયો ?: એક શકમંદની અટકાયત

 

ભુજ-દાદર વચ્ચેની એક્સપ્રેસ ટ્રેનના ગાર્ડનો મૃતદેહ ભચાઉ - ગાંધીધામ રેલવે ટ્રેક પરથી મળતા ચકચારમચી જવા પામી છે

 પ્રાથમિક માહિતી મુજબ , પ્રથમ તબકકે ગાર્ડના અપહરણની વાત વહેતી થઈ હતી.જો કે , બાદમાં ભચાઉ રેલવે ટ્રેક નજીક ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો હતો. ગાર્ડનું નામ ગૌતમ હોવાનું ખુલવા પામ્યું છે.

  સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોચમાં પેસેન્જર સાથે ઝપાઝપી થયા બાદ ગાર્ડને ટ્રેનમાંથી ધક્કો મારી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હોવાનું એક પ્રાથમિક તારણ મનાઈ રહયું છે.

  ઘટનામાં પોલીસ દ્વારા એક શકમંદની પણ અટકાયત કરાઈ છે.ખરેખર ગાર્ડના મોતનું કારણ શું છે તો હવે તપાસ બાદ જાણવા મળશે. પણ બનાવથી ચકચાર જરૂરફેલાઈ છે ઘટનાને પગલે ભુજ-દાદર ટ્રેન ભચાઉ સ્ટેશન ઉપર રોકી દેવાઈ હતી. જે ટ્રેન બે કલાક બાદ સ્ટેશન થી હવે રવાના કરાઈ છે.

(12:44 am IST)