Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

વંથલીના ખોરાસા ગામે રહેણાંક મકાનમાંથી ૮૭ બોટલ દારૂ કબ્જે

જુનાગઢ તા.૩૦: વંથલીના ખોરાસા ગામે રહેણાંક મકાનમાંથી પોલીસે ૮૭ બોટલ દારૂ કબ્જે કરી બુટલેગરને ઝડપી લેવા ચકો ગતિમાન કર્યા છે.

વંથલી તાલુકાના ખોરાસા ગામે રહેતો ભલો ડવ નામના શખ્સે તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની માહિતીમાં આધારે ગત રાત્રે વંથલીના પોલીસ કોન્સ્ટેબલ નરેશ સીંગરખીયા વગેરેએ દરોડો પાડ્યો હતો.

આ કાર્યવાહી દરમ્યાન પોલીસે રહેણાંક મકાનની તલાસીમાં રૂ.૩૪૮૦૦ની કિમતનો ૮૭ બોટલ દારૂ મળી આવતા કબ્જે કર્યો હતો.

જો કે ભલો ડવ હાજર નહિ મળી આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

(3:50 pm IST)