Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

પોરબંદર જિલ્લામાં વધુ એક પી.એસ.આઇ. બી. કે. ભારાઇ સસ્પેન્ડ

માધવપુર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. તરીકે ફરજ દરમિયાન ર૦ હજારની લાંચ લીધાની ફરિયાદ બાદ પોરબંદર એસ.પી. દ્વારા કાર્યવાહી

 પોરબંદર તા. ૩૦: પોરબંદર જિલ્લામાં વધુ એક પી.એસ.આઇ. બી. કે. ભારાઇને લાંચ લેવાના ગુન્હામાં કસૂરવાન માલુમ પડતા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કુતિયાણાના ઇન્ચાર્જ પી.એસ.આઇ. બી. વી. પંડયાને અપહરણના ગુન્હાના આરોપીને વીઆઇપી ફેસેલીટી પુરા પાડવાનાં ગુન્હામાં સસ્પેન્ડ કર્યા બાદ વધુ એક પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

માધવપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા અને હાલ રીઝર્વ પોલીસમાં પી.એસ.આઇ. બી. કે. ભારાઇ સામે માધવપુરમાં ફરજ દરમિયાન ર૦ હજારની લાચં લીધાની ફરિયાદ થઇ હતી. આ ફરિયાદના પગલે તપાસ બાદ તેઓ કસૂરવાન માલુમ પડતા પોરબંદર જીલ્લા એસ.પી. ડો. પાર્થરાજસિંહે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલ છે.

પોરબંદર જીલ્લામાં કુતિયાણાના ઇન્ચાર્જ પી.એસ.આઇ. બી. વી. પંડયાને અપહરણના ગુન્હાના આરોપીને વી.આઇ.પી. ફેસેલીટી પુરી પાડવાના ગુન્હામાં સસ્પેન્ડ કર્યા બાદ જીલ્લામાં વધુ એક પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

(3:39 pm IST)