Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

વડિયામાં જૈનમુનિ ગૌશાળા દ્વારા છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ

વડિયા, તા.૩૦: અમરેલી પંથકમાં કાળઝાળ ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે તેવામાં વડીયા શહેરમાં આવેલ રતિલાલ મુનિમહારાજના આશ્રમની ગૌશાળાની ગાયોના દૂધની ઠંડી છાસનું વિતરણ કરવાનું આયોજન થયું છે જે મેઈન બજારમાં સ્ટોલ નાખી રાહદારી અને મુસાફરોને કાળઝાળ ગરમીથી કાળજે ઠંડક પહોંચે તેવા હેતુથી આયોજન કરાયું. શુભ શરૂઆતના દિવસે ૮૦ લીટર છાસનું વિતરણ કરાયું છે. અને આ આયોજન જયાસુધી વરસાદ ન આવે ત્યાં સુધી શરૂ રાખવાનો નિર્ણય કરાયો છે. આશ્રમના સ્વયં સેવકો કાળજાળ ગરમીમાં અને ધમધમતા તાપમાં ખડે પગે રહી સેવા આપી રહયા છે. વડીયા સરપંચપતિ છગનભાઈ ઢોલરીયા છાસ વિતરણ સ્થળ પર મુલાકાત લઈ ગૌશાળાના સ્વયં સેવકો અને મેનેજર નિતીનભાઇ જૈન મુની ગૌશાળાનું વડીયા શહેર તરફથી આભાર વ્યકત કર્યો. અને સેવાકીય કાર્યમાં સહભાગ પણ લીધો. જયા સુધી મેઘવર્ષાની મહેર નહીં થાય ત્યાંસુધી આ સ્પે.ગાયના દૂધની ઠંડી છાસનું વિતરણ શરૂ રાખવામાં આવશે અને સ્વયં સેવકો ધમધમતા તાપમાં મેદ્યવર્ષાની રાહે સ્વંય સેવકો સેવા બજવતા રહેશે. લોકોના કાળજે ઠંડક પહોંચાડતા રહેશે.

(2:33 pm IST)