Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

અમરેલીના ખડ ખંભાળીયા ગામની સીમમાં વાડીએ જુગાર રમતા ૭ ઝડપાયા

અમરેલી, તા.૩૦: પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી.ટીમે  ખડ ખંભાળીયા ગામની સીમમાં આવેલ વાડીએ જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડેલ છે તેમજ બે ઇસમો રેઇડ દરમ્યાન નાસી છુટેલ છે.

પકડાયેલ આરોપીઓઃ-(૧) ભીખુભાઇ મનુભાઇ પરમાર, ઉં.વ.૪૨, રહે.ગજેરાપરા. (૨) દિલીપભાઇ નાનજીભાઇ પરમાર, ઉં.વ.૪૫, રહે. બહારપરા. (૩) ચિરાગ કનુભાઇ ભાડ, ઉં.વ.૩૦, રહે.જેશીંગપરા, શેરી નં.૧(૪) ફીરોઝ જમાલભાઇ કાલવા, ઉં.વ.૩૫, રહે.બહારપરા, મોટા ખાટકીવાડ(પ) સાગર ઉર્ફે લાલો રમેશભાઇ અજાણી, ઉં.વ.૩૦, રહે.અમરેલી, જેશીંગપરા. (૬) જયસુખભાઇ કરશનભાઇ ધાનાણી, ઉં.વ.૫૬, રહે.ગજેરાપરા.(૭) લાલજી વિઠ્ઠલભાઇ મકવાણા, ઉં.વ.૪૫, રહે. બહારપરા. 

નાસી ગયેલ આરોપીઓઃ-(૮) ઉમેશભાઇ વાળા, રહે.ખડ ખંભાળીયા, (૯) જયંતિ ઉર્ફે જયસુર્યા પરબતભાઇ મકવાણા, રહે.જેશીંગપરા છે. રોકડા રૂ.૬૦,૨૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭, કિં.રૂ.૧૭,૦૦૦/- તથા મો.સા. નંગ-ર, કિં.રૂ.૭૦,૦૦૦/- તથા એક મારૂતિ સ્વીફ્ટ કાર રજી.નં. જી.જે.૧૪.એ.કે.૦૦૧૩, કિં. રૂ.૫,૦૦,૦૦૦/-  તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨  મળી કુલ કિં.રૂ.૬,૪૭,૨૨૦/- નો મુદ્દામાલ પકડી પાડયો છે.

(1:20 pm IST)