Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

સુરેન્દ્રનગરના દુધઇના વોર્ડ નં. પમાં સીટોના સભ્ય હોવા છતાં ચૂંટણી જાહેર કરાઇ : તંત્રની ઘોર બેદરકારી

સુરેન્દ્રનગરનગર, તા. ૩૦ : સુરેન્દ્રનગર ના દૂધઈ ગ્રામ પંચાયતની વોર્ડ નંબર ૫ ની ચુંટણી જાહેર કરવામાં આવેલ તેમાં તંત્ર ની મોટી ભુલ બહાર આવેલ છે...

મુળી તાલુકા ના દૂધઈ ગ્રામ પંચાયત ના વોર્ડ નંબર ૫ મા બીનહરીફ સભ્ય તરીકે રામકુભાઇ કાથડભાઈ કરપડા સરપંચ ની ચુંટણી સમયે બીનહરીફ વિજેતા જાહેર થયેલ હતા..

ત્યારબાદ ઓકટો. ૧૮ના પત્ર થી સતત મીંટીંગમા ગેરહાજરી નું કારણ બતાવી મુળી તાલુકા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ હુકમ કરેલ હતો

તે હુકમ સામે સભ્ય એ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ જવાબ રજુ કરેલ અને દલીલ ના અંતે દૂધઈ પંચાયતના વોર્ડ નંબર ૫ ના સભ્ય નું સસ્પેન્સન રદ કરતો હુકમ તા. ૧૫ ડિસે. ના રોજ કરેલ હતો અને ત્યાર બાદ પંચાયત ની ૫ મીંટીંગ મા હાજરી આપેલ હતી

તો હાલ દૂધઈ ના વોર્ડ નંબર ૫ ની હાલ ચુંટણી જાહેર કરવામાં આવેલ છે ફોર્મ ભરવાની છેલ્લી તા.૧ જુન રાખવામાં આવેલ છે જાહેરનામું બહાર પડી ગયું છે આ બાબતે તંત્ર ની દ્યોર બેદરકારી બહાર આવી છે સભ્ય પદ ચાલું જ છે રામકુભાઇ કરપડા વોર્ડ નંબર ૫ ના ચાલું સભ્ય છે.

(1:19 pm IST)